For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હેકર્સની નજર 50 કરોડ મોબાઇલ પર, ક્યાંક તમે તો નથીને નિશાના પર!

|
Google Oneindia Gujarati News

બોસ્ટન, 22 જુલાઇઃ એક એવી ટેક્નિક આવી ગઇ છે, જેનાથી વિશ્વના 50 કરોડ મોબાઇલ ફોન હેકર્સના નિશાના પર આવી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પોતાના 200 સદસ્ય દેશોને આ ટેક્નિક પ્રત્યે સાવચેત કરતા કહેવામાં આવ્યું છે કે, આ અંગે ટૂંક સમયમાં એક ચેતવણી જાહેર કરવામાં આવશે.

જર્મનીમાં થયેલા એક અધ્યયનમાં મોબાઇલ પર હેકર્સના સંભવિત હુમલા અંગે કહેવામાં આવ્યું છે કે,જો આ ટેક્નિકનો પ્રયોગ કરવામાં આવે છે, તો તેનાથી વિશ્વના અડધો અરબ મોબાઇલ ફોન હેક કરી શકાય છે. અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, હેકર્સ દૂરથી હુમલો કરવાની સાથે સિમ કાર્ડનું ક્લોન પણ તૈયાર કરી શકે છે.

આ નવી ટેક્નિકની સમીક્ષા કરી રહેલી સંયુક્ત રાષ્ટ્રની જિનેવા સ્થિત આંતરરાષ્ટ્રીય ટેલીકોમ્યુનિકેશન્સ યુનિયન(આઇટીયૂ)એ આ અધ્યયનને અત્યાધિક મહત્વપૂર્ણ ગણાવ્યું છે. અધ્યયન અનુસાર હેકર્સ સિમ કાર્ડનો ઉપયોગ નાણાકીય ઉચાપાતની સાથે ઇલેક્ટ્રોનિક્સ જાસૂસી માટે પણ કરી શકે છે. આઇટીયૂના મહાસચિવ હમાડોન ટોર ડેએ કહ્યું કે આ શોધ પરથી જાણવા મળે છે કે, સાઇબર સુરક્ષામાં આપણે કેવા પ્રકારના ખતરા તરફ આગળ વધી રહ્યાં છીએ.

આઇટીયૂના મહાસચિવે કહ્યું કે, સંગઠન સદસ્ય દેશોના દૂરસંચાર નિયામક અને અન્ય સરકારી એજન્સીઓ સાથે જ મોબાઇલ કંપનીઓ, એકેડેમિકો તથા ઉદ્યોગોના અન્ય વિશેષજ્ઞો સાથે પણ સંપર્ક કરશે અને મોબાઇલ પર થનારા સાઇબર હુમલાની નવી સંભાવનાઓ અંગે તેમને ચેતવણી આપશે.

શું કહ્યું જીએસએમએના પ્રવક્તાએ

શું કહ્યું જીએસએમએના પ્રવક્તાએ

વિશ્વભરમાં અંદાજે 800 મોબાઇલ ઓપરેટર્સનું પ્રતિનિધિત્વ કરનાર જીએસએમએના પ્રવક્તા ક્લેયર ક્રેટોને કહ્યું કે તે પણ આ નવી ટેક્નિકની સમીક્ષા કરશે.

વિશ્વને સચેત કરાશે

વિશ્વને સચેત કરાશે

કેટ્રોને કહ્યું કે, તેઓ આ શોધના કારણે થનારા નુક્સાનનું અનુમાન લગાવશે અને આ અંગે વિશ્વને સચેત પણ કરશે.

શું કહ્યું ગેમલ્ટો એમવીના પ્રવક્તાએ

શું કહ્યું ગેમલ્ટો એમવીના પ્રવક્તાએ

સિમકાર્ડ બનાવનારી વિશ્વની પ્રમુખ કંપની ગેમલ્ટો એમવીના પ્રવક્તા નિકોલ સ્મિથે કહ્યું કે તે ક્રેટોનના સુચનોનું સમર્થન કરે છે.

વિશ્વમાં છ અરબ મોબાઇલ ફોન ઉપયોગકર્તા

વિશ્વમાં છ અરબ મોબાઇલ ફોન ઉપયોગકર્તા

આઇટીયૂનું કહેવું છે કે, વિશ્વભરમાં આજે લગભગ છ અરબ મોબાઇલ ફોનનો ઉપયોગ થઇ રહ્યો છે. તેમનો પ્રયાસ આ પ્રકારના હુમલાથી બચવા માટે કેવા પ્રકારનું કામ કરી શકાય અને તેની સુચના વિશ્વને મળે તે છે.

દુરુપયોગ થવાની સંભાવનાઓ વધી જશે

દુરુપયોગ થવાની સંભાવનાઓ વધી જશે

તેમણે કહ્યું કે, જો સીમ કાર્ડની કોપી કરવામાં આવે છે તો તેનો દુરુપયોગ થવાની સંભાવનાઓ વધી જાય છે.

English summary
A flaw has been discovered in the security of 500 million mobile phones that could them vulnerable to attack, cyber researchers have said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X