મોદીએ વિકાસ ખન્નાને જેની પર ઓટોગ્રાફ આપ્યો તે રાષ્ટ્રધ્વજ નહતો!

ન્યૂયોર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા શેફ વિકાસ ખન્નાને રાષ્ટ્રધ્વજ જેવા દેખાતા કાપડ પર ઓટોગ્રાફ આપ્યો. જે પર તે બાદ વિવાદનો વંટોળ ફાટી નીકળ્યો. ત્યારે આ મામલે ક્રોંગ્રેસે આ આખી ધટનાને રાષ્ટ્રધ્વજનું અપમાન કહી મુદ્ગો બનાવ્યો ત્યારે આ મામલે પીએમઓ કાર્યલય તરફથી સ્પષ્ટતા પણ આવી છે.

indian flag

શુક્રવારે, સૂચના કાર્યાલયના ડારેક્ટર ફ્રેંક નરોન્હાએ આ અંગે સ્પષ્ટતા આપતા કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાણીતા શેફ વિકાસ ખન્નાને જે કાપડ પર હસ્તાક્ષર આપ્યા છે તે રાષ્ટ્રધ્વજ નહીં પણ એક વિકલાંગ બાળકી દ્વારા તેના પગથી તૈયાર કરેલું હસ્તશિલ્પ છે. જેને ભારતીય શેફ વિકાસ ખન્ના, મોદીના હસ્તાક્ષર બાદ અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાને આપવા માંગતા હતા.

જે બાદ વિકાસ ખન્નાએ પણ આ વાતને સ્વીકારતા ટ્વિટ કર્યું કે તે તેમના જ ફાઉન્ડેશનથી જોડાયેલી એક છોકરીની કલાકૃતિ છે. જોકે તેમણે તે બાદ થયેલા વિરોધને ગેજવ્યાજબી પણ ગણાવ્યો. જો કે આ વિવાદ બાદ ક્રોંગ્રેસ અને ભાજપ વચ્ચે સામ સામા આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થઇ ગયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X