For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

100 દિવસ પર બોલ્યા મોદી, જે પગલા ભર્યા તેના પરિણામ પણ મળ્યા

|
Google Oneindia Gujarati News

modi
ટોક્યો, 1 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના 100 દિવસ પૂરા કરી લેવા પર જણાવ્યું કે અમે જે પગલા ભર્યા છે તેના પરિણામ દેખાઇ રહ્યા છે. હું રાષ્ટ્રીય રાજનીતિમાં નવો છું. પરંતુ અમે લોકોએ જે પગલા ભર્યા છે, તેના પરિણામ હવે દેખાઇ રહ્યા છે. મોદીએ જણાવ્યું કે ગુડ ગવર્નેંસ અમારી સરકારની પ્રાથમિકતા છે.

નરેન્દ્ર મોદીએ પોતાની વાત પોતાની જાપાન યાત્રાના ત્રીજા દિવસે જાપાની ઉદ્યોગપતિઓની વચ્ચે કહી. મોદીએ જણાવ્યું કે ઘણા દિવસો બાદ ભાજપ અને જાપાનમાં પૂર્ણ બહુમતની સરકાર બની છે. આનાથી બંને દેશોની સરકાર માટે વધુ પડકારો ઊભા થયા છે.

નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે જાપાન સાથે મારો સંબંધ જૂનો છે. હું દિલથી ગુજરાતી છું. મારા લોહીમાં વ્યાપાર રહેલો છે. માટે વ્યાપારને પ્રોત્સાહન આપવું મારી પ્રાથમિકતાઓમાંથી એક છે. તેમણે ઉદ્યોગપતિઓને સંબોધિત કરતા જણાવ્યું કે મેં ભારતમાં જાપાની બેંકની પરવાનગી આપી છે.

મારી સરકારને માત્ર ત્રણ મહીના જ થયા છે, પરંતુ વિકાસ કાર્ય અત્યારથી જ પ્રગતિ પર છે. છેલ્લો દાયકો અમે ખૂબ જ મુશ્કેલીમાં વિતાવ્યો છે. હવે ખુશી થાય છે કે વિકાસદરમાં વધારો થયો છે. મોદીએ જણાવ્યું કે અમારી સરકારની પ્રાથમિકતા છે કે પ્રત્યેક રાજ્યોને સમાન અવસર આપવામાં આવે.

મોદીએ જાપાની અને ભારતીય બિઝનેસ ડેલિગેશનને શું કહ્યું જુઓ વીડિયોમાં...

English summary
Narendra Modi talked on 100 days of BJP government in Tokyo.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X