ગાઝા કેમ્પ પર ઈઝરાયેલના હુમલામમાં 30થી વધુનાં મોત
હમાસ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈઝરાયલે શનિવારે મોડી રાતે મધ્ય ગાઝામાં એક શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો, જેમાં 30થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોવાનો અહેવાલ પ્રકાશમાં આવ્યો છે.

ઘટના સાથે જોડાયેલી મહત્વની જાણકારીઓ
ઈઝરાયલી સેના અને હમાસ વચ્ચે સતત હુમલા ચાલી રહ્યા છે પરંતુ છતાં પણ અત્યારે તો તણાવ ઘટે તેવું નથી જણાતુ્ં. રાજદ્વારી પ્રવાસ માટે મધ્ય પૂર્વમાં ગયેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનને આરબ નેતાઓ સાથેની બેઠકોમાં નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે.
એન્ટની બ્લિંકને ભારપૂર્વક જણાવ્યું હતું કે યુ.એસ. ગાઝામાં નાગરિકોના મૃત્યુને રોકવા માટે અથડામણો અને બોમ્બ ધડાકામાં "માનવતાવાદી વિરામ" ને સમર્થન આપે છે, જો કે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધવિરામની કોઈપણ અવકાશને નકારી કાઢી છે.
અમેરિકા ના પ્રેસિડેન્ટ જો બાઇડને તાજેતરમાં જ કહ્યું કે, "માનવતાવાદી વિરામ" હાંસલ કરવામાં પ્રગતિ થઇ છે, પરંતુ તેમણે આ વિશે વિસ્તૃત જાણકારી નથી આપી. જોર્ડનમાં એક મીડિયા સમ્મેલનમાં એંટની બ્લિંકેને કહ્યું, "અમેરિકાનું માનવું છે કે આ તમામ પ્રયાસોને માનવીય રૂકાવટોમાં મદદ મળશે."
હમાસે શનિવારે મોડી રાતે એક નિવેદન જાહેર કરી રહ્યું કે ગાઝાથી વિદેશિયોને ત્યાં સુધી બહાર નહી નિકળવા દેવામાં આવે જ્યાં સુધી ઈઝરાયેલી સેના ઘાયલ ફિલિસ્તીનિયોને ગાઝા પટ્ટીથી ઈલાજ માટે રાફાહ બોર્ડર દ્વારા મિસ્ર જવાની મંજૂરી આપતું નથી.
હમાસના ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઈઝરાયેલી હવાઈ હુમલામમાં અત્યાર સુધી 9480થી વધુ ગાઝાના લોકો મૃત્યુ પામ્યા છે, જેમાં મોટાભાગનાં મહિલાઓ અને બાળકો છે. હમાસે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના એક સ્કૂલ પર ઈઝરાયલે હુમલો કર્યો હતો, ત્યારે ત્યાં હજારો લોકો શરણ લઇ રહેલા હતા જેમાંથી 12નાં મોત થયાં હતાં.
ગાઝામાં ભીષણ બોમ્બમારો અને નાગરિકોના જીવ જોખમમાં મુકાયા હોવાથી આખી દુનિયામાં રોષ વ્યાપ્ત છે. ઈઝરાયેલના વિરોધમાં મોટાપાયે પ્રદર્શન થઇ રહ્યાં છે. તેની અસર દુનિયાભરમાં ઈઝરાયેલના રાજદ્વારી સંબંધો પર પણ પડી છે. આ બધાની વચ્ચે શનિવારે તુર્કીમાંથી પોતાના રાજદૂત પાછા બોલાવી લીધા છે. જોર્ડને પણ બુધવારે પોતાના રાજદૂતને પાછા બોલાવી લીધા હતા.
તુર્કીના પ્રેસિડેન્ટ રેસેપ તૈયપ એર્દોગને ગાઝામાં મહિલાઓ અને બાળકોના મોત માટે ઈઝરાયેલના પીએમ બેંજામિન નેતન્યાહૂને વ્યક્તિગત રૂપે જવાબદાર ઠેરવ્યા છે. તેમણે કહ્યું, "નેતન્યાહૂ હવે અમે વાત કરી શકીએ એવા વ્યક્તિ નથી. અમે એમને ફગાવી દીધા છે."
ઈઝરાયલી ચીફ ઑફ સ્ટાફ લેફ્ટિનેંટ જનરલ હરજી હલેવીએ ગાઝાને સંપૂર્ણરીતે ઘેરતાં પટ્ટીની આંતરિક જમીની દળોનો પ્રવાસ કર્યો. ઈઝરાયેલી રક્ષા મંત્રી યોવ ગૈલેંટે કહ્યું કે તેમની સેનાઓ આકરી મહેનતથી લડી રહી છે અને દક્ષિણી તથા ઉત્તરી ગાઝા શઙેરમાં કામ કરી રહી છે. સેના હવે રહેણાંક વિસ્તારમાં ઘૂસી ચૂકી છે.
અમેરિકા વિશેષ દૂત ડેવિડ સૈટરફીલ્ડ મુજબ ઈઝરાયલે ગાઝા શહેરને "હમાસ આતંકવાદી સંગઠનના કેન્દ્ર"ના રૂપમાં વર્ણિત કર્યો છે, જો કે 3,50,000થી 4,00,000 નાગરિકો હજી પણ શહેર અને આજુબાજુના વિસ્તારોમાં રહી રહ્યા છે.
ઈઝરાયલે 7 ઓક્ટોબરે થયેલ હુમલાના બદલાના રૂપમાં હમાસને ધડમૂળથી ઉખાડી ફેંકવાની કમસ ખાધી છે. અત્યાર સુધીમાં ઈઝરાયેલ ગાઝાના 9 હજારથી વધુ લોકોના પ્રાણ લઈ ચૂક્યું છે. જ્યારે હમાસના હુમલામાં ઈઝરાયેલના 1400 લોકો પણ મૃત્યુને પ્રાપ્ત થઇ ચૂક્યા છે.
-
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી



Click it and Unblock the Notifications
