650 કરતા વધું બંધકો અલ્જીરિયામાં છોડાવાયા

સમાચાર એજન્સીના જણાવ્યા પ્રમાણે, અંદાજે 650 જેટલા લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેમાં 573 જેટલા અલ્જીરીયન અને 132 કરતા પણ વધું વિદેશીઓ હતા. જેમને મુક્ત કરાવવામાં સફળતાં મળી છે.
અલ્જીરીયાના અધિકારીઓએ પહેલા એવું અનુમાન લાગવ્યું હતું કે એન એમેનાસ સ્થિત આ પરિસર પર બુધવારે અંદાજે કેટલાક આતંકવાદીઓએ કબ્જો કર્યો હતો અને જેમાંના 29 માર્યા ગયા હતા.
આ સંયંત્ર સંયુક્ત રીતે બીપી, નોર્વેની સ્તાતોઇલ અને અલ્જીરીયાની સરકારી તેલ કંપની દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે. આતંકવાદીઓએ બુધવારે સવારે સંયંત્ર પર હુમલો કર્યો હતો. આ ગતિરોધે આ વિસ્તારમાં આતંકવાદનો પ્રભાવ હોવાનું અને અલકાયદા સાથે જોડાયેલા સમૂહોમાં માલીથી લઇને લીબિયા સુધીના વિસ્તારોમાં મુક્ત રીતે ફરતા હોવાની વાતને ઉજાગર કર્યું છે.












Click it and Unblock the Notifications
