દુનિયાભરમાં CORONAVIRUSનો આંકડો 5 લાખને પાર, અમેરિકા અને યૂરોપની હાલત બગડી
દુનિયાભરમાં CORONAVIRUSનો આંકડો 5 લાખને પાર, અમેરિકા અને યૂરોપની હાલત બગડી
નવી દિલ્હીઃ ડિસેમ્બરમાં ચીનના વુહાનથી ફેલાયેલ જીવલેણ કોરોના વાયરસ અત્યાર સુધી દુનિયાના પાંચ લાખથી વધુ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા છે. આ વાયરસના કારણે સંક્રમિત લોકોનો આંકડો પાંચ લાખને પાર પહોંચી ગયો છે. યુરોપની હાલત સૌથી વધુ ખરાબ છે. ઈટલી, ફ્રાંસ, જર્મની અને સ્પેન આ વાયરસના કારણે સૌથી વધુ પ્રભાવિત થયા છે.

યુરોપમાં દોઢ લાખ કેસ, અમેરિકામાં 85000થી વધુ સંક્રમિત
ગુરુવાર સુધી કોવિડ-19ના કારણે દુનિયાભરના આંકડા 5,31,819 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધીમાં વાયરસ 24073 લોકોના જીવ ભરખી ગયો છે. 1,23,942 લોકો વાયરસથી સંપૂર્ણપણે ઠીક થઈ ચૂક્યા છે. 3,83,804 લોકો એવા છે જે આ વાયરસથી સંક્રમિત છે. જેમાંથી 364447 એટલે કે 95 ટકા લોકો એા છે જેમાં કોરોના વાયરસના હળવા લક્ષણ જોવા મળ્યા છે. જ્યારે 19357 લોકો એઠલે કે પાંચ ટકા લોકોની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે.
અમેરિકામાં અત્યાર સુધી આ વાયરસના કારણે 85390 લોકો સંક્રમિત થયા છે અને 17170 નવ કેસ સામે આવ્યા છે. આ દેશમાં અત્યાર સુધી વાયરસે 1295 લોકોના જીવ લઈ લીધા છે. ન્યૂજ એજન્સી એએફપી મુજબ યૂરોપમાં વાયરસના કારણે 2,50,000થી વધુ લોકો વાયરસનો શિકાર થયા છે અને અડધી દુનિયાના સંક્રમિત દર્દી એકલા યૂરોપમાં જ છે. 14640 લોકો અત્યાર સુધીમાં મૃત્યુ પામ્યા છે.
ઈટલીમાં 74386 લોકો સંક્રમિત છે જ્યારે સ્પેનમાં આ આંકડો 56188 છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે આ આંકડો આનાથી ક્યાંય વધુ હોય શકે છે.












Click it and Unblock the Notifications
