માતા-પિતા બાળકોના મોબાઇલને ચેક કરતા નથી: સર્વે

mobile
લંડન, 20 જુલાઇ: મોબાઇલ ફોન બાળકોને પોતાના માતા-પિતા સાથે સંપર્ક બનાવી રાખવામાં મદદગાર છે. પરંતુ એક સર્વેમાં આ વાત સામે આવી છે કે સંભવિત ખતરાઓ વિશે જાણ હોવા છતાં બધા માતા-પિતા પોતાના બાળકોના મોબાઇલ ફોનને ચેક કરતા નથી.

મોબાઇલ ફોન બીમા સાઇટ 'મોબાઇલઇન્શ્યોરન્સ ડોટ કો ડોટ યૂકે' દ્વારા કરવામાં આવેલા સર્વે અનુસાર 10માંથી છ માતા-પિતા પોતાના બાળકોના મોબાઇલ ફોનની ગતિવિધિઓની તપાસ કરતા નથી કારણ કે આવું કરવા માટે તેમને ક્યારેય સમય મળતો નથી.

એક અન્ય કારણ એ પણ છે કે માતા-પિતા પોતાના બાળકોની ગોપનિયતામાં દખલગીરી કરવા માંગતા નથી અને તે વિશ્વાસ કરે છે અને પોતાના બાળકો સમજદાર અને જવાબદાર છે. આજકાલ છ વર્ષના માસૂમ બાળક પાસે પણ મોબાઇલ ફોન હોય છે.

'મોબાઇલઇન્શ્યોરન્સ ડોટ કો ડોટ યૂકે'ના નિર્દેશક જૈસન બ્રોકમેને કહ્યું હતું કે 'છ વર્ષના બાળક પાસે મોબાઇલ હોવો આશ્વર્યજનક છે. જો હું ઇમાનદારીપૂર્વક કહું તો હું ખરેખર આને જરૂરિયાત માનતો નથી. આ ખૂબ જ આધાતજનક વાત છે કે ઘણા માતા-પિતા પોતાના બાળકોના ફોનની ગતિવિધિઓની તપાસ નથી કરતા.''

તેમને કહ્યું હતું કે 'આ બાળકોની ગોપનિયતામાં દખલ ન કરવાનો મુદ્દો નથી, તેનાથી બાળકોને સુરક્ષિત રાખવાની પદ્ધતિના રૂપમાં જોવું જોઇએ. ''બ્રોકમેને એમપણ કહ્યું હતું કે માતા-પિતાને જાગૃત થવાની જરૂરિયાત છે જો તેમના બાળકો મોબાઇલ ફોન પર ઇન્ટરનેટ ચલાવે છે કે તો તેના પર વયસ્ક સામગ્રી અને વેબસાઇટ્સ પ્રતિબંધિત છે કે નહી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X