For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમેરિકાના શિકાગોમાં ગોળીબાર, 11 લોકો ઘાયલ

શિકાગો શહેરના ગ્રેશન વિસ્તારમાં ગોળીબારની માહિતી સામે આવી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકામાં ગોળીબારની ઘટના સામે આવી છે. અહીં શિકાગો શહેરના ગ્રેશન વિસ્તારમાં ગોળીબારની માહિતી સામે આવી છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. માહિતી અનુસર આ ગોળીબારમાં અત્યાર સુધી 11 લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે અને તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. અધિકારીઓનુ કહેવુ છે કે 9 લોકોને એમ્બ્યુલન્સથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

shoot

ફાયર અધિકારીઓએ જણાવ્યુ કે વધુ બે ઘાયલો પણ મળી આવ્યા છે જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. આ ગોળીબાર રોડ્ઝ ફ્યુનરલ હોમ પાસે થયો છે. પડોશીઓએ જણાવ્યુ કે જ્યારે તે ટીવી જોઈ રહ્યા હતા ત્યારે તેમણે ગોળીબારનો અવાજ સાંભળ્યો. અમે બહાર ગયા અને જોયુ તો ચારે બાજુ લોકો લોહીથી લથપથ પડ્યા હતા. આ લોકોને ચારે તરફ ગોળી મારવામાં આવી હતી.

વધુમાં તેમણે જણાવ્યુ કે અમને લાગ્યુ કે કોઈ ઝઘડો થયો છે, આ શરમજનક છે, જે રીતે ગોળીબાર ચાલી રહ્યો છે. આ બધુ રોકવુ જોઈએ. અત્યાર સુધી પોલિસે આ ગોળીબાર વિશે કોઈ અધિકૃત માહિતી આપી નથી કે છેવટે કઈ પરિસ્થિતમાં આ ગોળીબાર થયો છે, કેટલા લોકો ઘાયલ થયા છે અથવા ગોળીબાર પાછળ કયા લોકો છે.

આંધ્રપ્રદેશમાં 5 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે સ્કૂલોઆંધ્રપ્રદેશમાં 5 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે સ્કૂલો

English summary
Multiple shot fired in Chicago's Gresham several injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X