For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઓબામાના સ્પેશિયલ ડિનરમાં મુંબઇની નેહા પણ થશે સામેલ

|
Google Oneindia Gujarati News

વોશિંગ્ટન, 27 જુલાઇ: વ્હાઇટ હાઉસમાં 31 જુલાઇના રોજ અમેરિકન પ્રેસિડેન્ટ બરાક ઓબામા તરફથી આપવામાં આવી રહેલા એક્સક્લૂસિવ ડિનરમાં આખી દુનિયામાંથી 12 ડિફરેંટલી એબલ્સ બાળકોને બોલાવવામાં આવ્યા છે, જેમાં એક નેહા પણ છે. ગોરેગાંવની રહેનારી નેહા પી. નાઇક સ્પેશિયલ ઓલિમ્પિકની ગ્લોબલ મેસેંજર છે.

23 વર્ષની નેહાને 100 મીટર અને શોટ-પુટ ઇવેંટ્સમાં પણ ભાગ લીધો છે. તેમણે જણાવ્યું કે તેમને ગર્વ થઇ રહ્યું છે કે અને તે અનારકલી સ્ટાઇલનું સૂટ પહેરીને વ્હાઇટ હાઉસના ડિનરમાં જશે. કાર્યક્રમમાં નેહાની સાથે તેમની મેંટર અને શિક્ષિકા જોનિતા રોડ્રિગ્સ પણ આવશે.

નેહાની માતા આશાએ જણાવ્યું કે નાનપણમાં નેહા સામાન્ય બાળકી હતી. પાંચ વર્ષની ઉંમરમાં જોરદાર તાવ આવવાના કારણે તેનો માનસિક વિકાસ પ્રભાવિત થયો. તેમણે જણાવ્યું કે 'અમે તેનું એડમિશન સામાન્ય શાળામાં કરાવ્યું પરંતુ તે અભ્યાસમાં પોતાનું સંતુલન બનાવી શકી નહી. બાદમાં અમને લાગ્યું કે તે સ્પેશિયલ ચાઇલ્સ છે માટે અમે તેનું એડમિશન પુનર્વાસ શાળામાં કરાવી દીધું. પુનર્વાસ શાળામાં પણ તે અભ્યાસમાં પાછળ રહી ગઇ, પરંતુ તેની બોલવાની ક્ષમતામાં વિકાસ થયો, સાથે જ તેણે રમત-ગમત ક્ષેત્રે પણ સારુ કર્યું.'

barack obama
આશાએ જણાવ્યું કે 'દર્શકોને સંબોધિત અને સમજાવવાની તેની રીત અનોખી અને અદ્વિતિય છે. તે શ્રોતાઓ પર સ્થાયી પ્રભાવ પાડે છે. આ જ પ્રતિભાના કારણે તેને સ્પેશિયલ ઓલિમ્પિક ઇંટરનેશનલ ગ્લોબલ મેસેંજરના રૂપમાં ભારતનું પ્રતિનિધત્વ કરવાની તક મળી છે. જો તેને તક મળી તો તે રાષ્ટ્રપતિ ઓબામાને પોતાની એક યોજનાથી અવગત કરવવા માગે છે.

નેહાએ જણાવ્યું કે દુનિયા ભરના વિશેષ બાળકોની વિશેષ જરૂરિયાતોથી અવગત કરાવવાની મેં યોજના બનાવી છે. તેમને શૈક્ષિક સંસ્થાનો, હોસ્ટેલો અને સમાજમાં આત્મનિર્ભર બનાવવા માટે ઉપયુક્ત નોકરીઓની જરૂરીયાત છે.'

English summary
Mumbai's Neha will take part in special dinar of Barack Obama.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X