For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુશર્રફનું થઇ શકે છે અપહરણ, પાક. ઓથોરિટીઝને ભય

|
Google Oneindia Gujarati News

parvez-musharraf
ઇસ્લામાબાદ, 30 એપ્રિલઃ ચાર વર્ષ બાદ માદરે વતન પરત ફરેલા પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું અપહરણ થઇ શકે છે, તેવો ભય દેશના આંતરિક મંત્રાલય દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યુ છે કે, તેઓ મુશર્રફને અન્ય ક્યાંય પણ લઇ જવા ના જોઇએ.

દુબઇમાં સ્વનિર્વાસન રહ્યાં પછી ચાર વર્ષ બાદ મુશર્રફ 23 માર્ચે પાકિસ્તાન પરત ફર્યા હતા. તેમણે 11 મેના રોજ થનારી સામાન્ય ચૂંટણી લડી રહ્યાં છે. જો કે, તેમના નામાંકન પત્રને ચાર ઉમેદવારીકેન્દ્ર પરથી રદ કરવામાં આવ્યા છે. મુશર્રફે 1999થી 2008 સુધી પાકિસ્તાન પર શાસન કર્યું હતું.

નોંધનીય છે કે, હાલ મુશર્રફ ઇસ્લામાબાદ સ્થિત પોતાના ફાર્મહાઉસમાં છે. મુશર્રફ પર દેશના પુર્વ પ્રધાનમંત્રી બેનઝીર ભુટ્ટોને વર્ષ 2007માં નિર્વાસન બાદ સ્વદેશ પરત ફર્યા બાદ તેમને પુરતી સુરક્ષા પૂરી પાડવામાં આવી નહીં હોવાનો આરોપ લગાવ્યો છે. જેના કારણે તાલિબાન આતંકવાદી એક રેલી દરમિયાન તેમની હત્યા કરવામાં સફળ રહ્યાં હતા. આ મામલે રાવલપિંડીની એક અદાલતે મંગળવારે કહ્યું કે, તેમને 14 દિવસની ન્યાયિક હિરાસતમાં તેમને મોકલવામાં આવ્યા છે.

English summary
Former Pakistani president Pervez Musharraf, who has returned home after over four years in self exile, may be kidnapped, the interior ministry fears.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X