Myanmar Air strike: પોતાના જ દેશના ગામ પર હવાઈ હુમલો, 100ના મોત
Myanmar Air strike: મ્યાનમારે પોતાના જ દેશના એક ગામમાં હવાઈ હુમલો કર્યો છે. આ હવાઈ હુમલામાં 100થી વધુ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ માર્યા ગયેલાઓમાં ઘણા બાળકો પણ સામેલ છે.
આ લોકો સેનાના શાસન વિરુદ્ધ આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા હતા, જે દરમિયાન મ્યાનમાર દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં 100થી વધુ લોકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ સંયુક્ત રાષ્ટ્ર અધિકારના વડાએ આ હુમલાને ભયાનક ગણાવ્યો છે.

તમને જણાવી દઈએ કે મ્યાનમારમાં સેનાનુ શાસન છે, જેની સામે અહીંના લોકો વિદ્રોહ કરી રહ્યા છે અને લોકશાહીની માંગણી કરી રહ્યા છે. જેના કારણે મ્યાનમારની સેનાએ 2021થી અહીં વિદ્રોહ વિરુદ્ધનુ અભિયાન તેજ કર્યુ છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે 2021થી અત્યાર સુધી સેના દ્વારા 3000થી વધુ લોકો માર્યા ગયા છે.
ઇમરજન્સી સેવાઓમાં કામ કરતા એક સ્થાનિક અધિકારીએ જણાવ્યુ કે મૃતકોમાં લગભગ 30 બાળકોનો સમાવેશ થાય છે. સ્થાનિક જૂથના એક સૈનિકે કહ્યુ કે આ યુદ્ધ અપરાધ છે. આ લોકોએ જ્યાં હુમલો કર્યો તે સ્થળ સૈન્ય લક્ષ્ય ન હતુ.












Click it and Unblock the Notifications
