Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Myanmar earthquake : મ્યાનમારમાં મૃત્યુઆંક 1644 એ પહોંચ્યો, ભારતે મોટાપાયે મદદ મોકલી

Myanmar earthquake : મ્યાનમારમાં આવેલા 7.7 તીવ્રતાના વિનાશક ભૂકંપથી ભારે નુકસાન થયું છે. આંકડા અનુસાર, મૃત્યુઆંક 1,644 સુધી પહોંચ્યો છે અને 3,408 લોકો ઘાયલ થયા છે. 139 લોકો હજુ પણ ગુમ છે.

28 માર્ચે મધ્ય મ્યાનમારમાં આવેલા આ ભૂકંપે રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. ભારે ભૂકંપના કારણે અનેક ઇમારતો ધરાશાયી થઈ છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મોટું નુકસાન થયું છે.

Myanmar earthquake

આ ભૂકંપના આંચકા મ્યાનમાર, થાઈલેન્ડ અને ચીનના યુનાન પ્રાંતમાં પણ અનુભવાયા હતા. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં આંચકાના કારણે બાંધકામ હેઠળની ઊંચી ઇમારત ધરાસાઈ થઈ છે.

મ્યાનમારમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર મંડલે અને તેના આસપાસના શહેર ટુંગૂ અને આંગબાન છે. અહીં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને કટોકટીની ટીમો કાટમાળમાંથી બચેલા લોકોને શોધવામાં આવી રહ્યાં છે.

વિશ્વભરમાંથી ઘણા દેશો મ્યાનમારને સહાય આપવા માટે આગળ આવ્યા છે. ભારત, ચીન અને થાઈલેન્ડે સહાય શરૂ કરી છે. ભારતે તબીબી ટીમો, રાહત પુરવઠો અને કટોકટી કર્મચારીઓને મોકલ્યા છે.

ચીને બચાવ કાર્યકરો અને સહાય સામગ્રી મોકલી છે તો થાઈલેન્ડ પણ તબીબી સહાય અને પ્રાદેશિક સહાય માટે સહયોગ આપી રહ્યું છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમારના સૈન્ય નેતા વરિષ્ઠ જનરલ મીન આંગ હ્લેઇંગ સાથે વાતચીત કરી અને ભૂકંપમાં થયેલા નુકસાન માટે સંવેદના વ્યક્ત કરી.

પીએમ મોદીએ કહ્યું કે, મ્યાનમારના વરિષ્ઠ જનરલ એચ.ઈ. મીન આંગ હ્લેઇંગ સાથે વાત કરી. વિનાશક ભૂકંપમાં થયેલા જાનહાનિ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી. ભારત આ મુશ્કેલ સમયમાં મ્યાનમારના લોકોની સાથે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, આ ભૂકંપ ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટ્સ વચ્ચેના ટકરાવને કારણે આવ્યો છે. સાગિંગ ફોલ્ટ લાઇન સાથે થયેલાં સ્ટ્રાઇક-સ્લિપ ફોલ્ટિંગથી ભૂકંપ સર્જાયો.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના ભૂકંપ સપાટીની નજીક ઊર્જાની વધુ સાંદ્રતા ધરાવતાં હોવાથી વધુ વિનાશક સાબિત થાય છે.

સમાચારો અનુસાર, જ્યાં સુધી રાહત કામગીરી ચાલુ રહેશે ત્યાં સુધી મૃત્યુઆંક વધવાની શક્યતા છે, કારણ કે હજુ પણ ઘણા લોકો કાટમાળ નીચે ફસાયેલા હોવાની સંભાવના છે. હજારો લોકો બેઘર થયા છે અને રાહત માટે આંતરરાષ્ટ્રીય સહાય આવશ્યક છે.

મ્યાનમાર સરકાર અને આંતરરાષ્ટ્રીય સંગઠનો માટે આ સંકટનો સામનો કરવો એક મોટી પડકારરૂપ સ્થિતિ બની છે. સતત રાહત કાર્ય અને વૈશ્વિક સહકાર દ્વારા, આ પ્રલયમાંથી ઉગવા માટે દેશ પ્રયાસ કરી રહ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X