'ઉત્તર કોરિયા પરમાણુ મિસાઇલ હુમલો કરવા સક્ષમ'

રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયા પાસે એવા ન્યૂક્લિયર વેપન્સ છે, જેને બલિસ્ટિક મિસાઇલ્સ થકી લક્ષ્ય પર છોડી શકાય છે. રિપોર્ટમાં આ પ્રકારનો દાવો કરવામાં આવતા સનસની મચી ગઇ છે. આ રિપોર્ટ એ સમયે આવ્યો છે, જ્યારે ઉત્તર કોરિયા તરફથી યુદ્ધની સતત ધમકીઓના પગલે આ વિસ્તારમાં તણાવ ઘણો વધી ગયો છે.
આ પહેલીવાર છે કે જ્યારે અમેરિકાએ ઉત્તર કોરિયાની જમીની પરિસ્થિતિનું આલકન કરનારા આવા રિપોર્ટને સાર્વજનિક કરી છે. રિપોર્ટ અનુસાર અમેરિકન સંસદમાં રજૂ કરવામાં આવી. ડીઆઇએના અધિકારીઓ ભૂલથી તેના પર ગુપ્ત માહિતીનો ટેગ લગાવવાનું ભૂલી ગયા. જેના કારણે તેને સાંસદો સામે રજૂ કરી દેવામાં આવી.
આ અંગે જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ માર્ટિન ડેંપસેએ આશ્ચર્ય સાથે કહ્યું કે તેમણે આ રિપોર્ટ જોયો જ નથી. રક્ષા મંત્રી ચક હેગલે સાસંદોના પ્રશ્નોના જવાબમાં કહ્યું કે, ઉત્તર કોરિયા અથવા ઇરાન બન્ને પાસે લાંબા અંતરની મિસાઇલ ક્ષમતા નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે તે તેને હાસલ કરવાનો પ્રયત્ન નથી કરી રહ્યાં.
જોકે સાઉથ કોરિયાના રક્ષા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે તેમને અમેરિકાના આ રિપોર્ટ પર સંદેહ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઉત્તર કોરિયા પાસે ન્યૂક્લિયર ક્ષમતાઓવાળી બલિસ્ટિક મિસાલઇ છે. મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, ઉત્તર કોરિયાએ ત્રણ ટેસ્ટ કર્યા છએ, પરંતુ એ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે તેમની પાસે હળવા વોરહેડ છે, જેને મિસાઇલ સાથે જોડીને ઉપયોગમાં લઇ શકાય છે. જો કે, પ્રવક્તાએ એમ પણ કહ્યું કે, ઉત્તર કોરિયા એવી સ્થિતિમાં પહોંચી રહ્યું છે, જ્યાં તે આવું કરી શકે.












Click it and Unblock the Notifications
