માઈનસ 25 ડિગ્રી તાપમાનમાં જીવનની ભીખ માંગી રહ્યા હતા 39 લોકો, જોતજોતાં લાશ બની ગયા

માઈનસ 25 ડિગ્રી તાપમાનમાં જીવનની ભીખ માંગી રહ્યા હતા 39 લોકો, જોતજોતાં લાશ બની ગયા

લંડનઃ બ્રિટનમાં એક ટ્રમાંથી 39 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા.. બ્રિટીશ મીડિયાના રિપોર્ટ્સ મુજબ ટ્રક બહારથી લૉક હતો અને અંદરનં તાપમાન માઈનસ 25 ડિગ્રી હતું. આ કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી અને તેઓ ભયંકર ઠંડીને કારણે ટ્રકમાં જ મૃત્યુ પામ્યા. આ લોકોના લંડન આવવા બદલ માનવ તસ્કરોને જવાબદાર માનવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી મળેલ જાણકારી મુજબ ટ્રકમાંથી જે જેમના મૃતદેહ મળ્યા છે તેમાં ચીની નાગરિકો સિવાય કેટલાક વિયેતનામના રહેવાસી પણ હતા. આ મામલે પોલીસે અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરી લીધી છે.

ટ્રકમાં લોહીના નિશાન મળ્યાં

ટ્રકમાં લોહીના નિશાન મળ્યાં

મૃતદેહો પર ના બરાબર કપડાં છે. ટ્રકના દરવાજા અંદર તરફથી અને દરવાજા પર મળેલ લોહીના નિશાન પરથી આ વાતની પુષ્ટિ થાય છે કે પીડિતોએ આખરી મોકા પર પોતાનો જીવ બક્ષવાની અપીલ કરી હતી. આ ટ્રક બેલ્ઝિયમના જીબ્રુગીથી થઈ યુકેના એસેસેક્સ પહોંચ્યો હતો. ઑથોરિટીનું માનીએ તો આ માનવ તસ્કરીનો મામલો છે અને કેટલીય એવી વાતો સામે આવી રહી છે જે ચોંકાવનારી છે. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યું છે કે જે લાશ મળી છે તેમાં છ લોકો વિયેતનામના રહેવાસી હતા.

મમ્મીને મેસેજ કર્યો, શ્વાસ નથી લઈ શકતી

મમ્મીને મેસેજ કર્યો, શ્વાસ નથી લઈ શકતી

માનવામાં આવી રહ્યું છે કે વિયેતનામી પ્રવાસી, નોર્થન વિયેતનામના કૈન લોગ ડિસ્ટ્રીક્ટના રહેવાસી હતા. તેમણે મદદ માટે ઘણીવાર સુધી દરવાજો ખખડાવ્યો હતો અને જ્યારે તેમની લાશ મળી તો તેમના ચહેરામાંથી ફીણ નીકળી રહ્યું હતું. આ નવા ખુલાસા ઉપરાંત નોર્થન આયર્લેન્ડથી 48 વર્ષના શખ્સને સ્ટૈનસ્ટેડ એરપોર્ટ પરથી પકડી લેવામાં આવ્યો છે. આ શખ્સને માનવ તસ્કરી કરવાના અને હત્યાના શકમાં પકડવામાં આવ્યો છે. વિયેતનામની 26 વર્ષની મહિલા જેનું નામ ફૈમ થી ટ્રા માઈ જણાવવામાં આવી રહ્યું છે, તેણે પોતાની માતાને કેટલાય ડરામણા મેસેજ મોકલ્યા હતા. તેણે લખ્યું હતું, 'હું તમને પ્રેમ કરું છું અને આ ટ્રકમાં શ્વાસ ન લઈ શકતી હોવાથી મૂંઝારો થઈ રહ્યો છે.'

ફોન સ્વિચ ઑફ કર્યો

ફોન સ્વિચ ઑફ કર્યો

આ મહિલાએ સ્મગલર્સને 30,000 પાઉન્ડથી વધુની રકમ આપી દીધઈ હતી. આ રકમ આપ્યા બાદ તે સારી જિંદગીની ઉમ્મીદમાં ચીનથી થઈ યૂકે આવવા માંગતી હતી. વધુ એક વિયેતનામી નાગરિકોના પરિવાર તરફથી દાવો કરવામાં આવ્યો છે કે 19 વર્ષની તેમની સંબંધીએ છેલ્લે મંગળવારે સવારે 6.20 વાગ્યે કૉલ કર્યો હતો. આ મહિલાએ તેમને જણાવ્યું હતું કે તે બધા એક કંટેનરમાં જઈ રહ્યા છે માટે તેમણે પોતાનો ફોન સ્વિચ ઑફ કરવો પડશે.

સ્મગલરે તાપમાન ઘટાડ્યું

સ્મગલરે તાપમાન ઘટાડ્યું

જમાવવામાં આવી રહ્યું છે કે જે ટ્રકમાંથી મૃતદેહ મળ્યા છે, તે હકીકતમાં મોતનું રેફ્રિજરેટર હતું જેનું તાપમાન માઈનસ 25 ડિગ્રીથી પણ ઓછું હતું. વિશેષજ્ઞો મુજબ સ્મગલર્સે લોકોને એમ કહ્યું હશે કે ટ્રનું તાપમાન માઈનસ 4 ડિગ્રી છે અને વધુ ઠંડુ નથી તમારે બસ ઠીકથી ગરમ કપડાં પહેરવાનાં છે. જે બાદ તેણે તાપમાન માઈનસ 20 ડિગ્રી અને પછી વધુ ઓછું કરી દીધું હશે કેમ કે જો પોલીસ કોઈ રેફ્રિજરેટેડ ટ્રકને માઈનસ 4 ડિગ્રી તાપમાન પર દેખશે તો તેમને શક થઈ જશે. બ્રિટનમાં આ અત્યાર સુધીની સૌથી મોટી મર્ડર ઈનવેસ્ટિગેશન બની ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X