PMએ ઢાકેશ્વરી મંદિરમાં કરી પૂજા, મોદીની ઢાકાયાત્રા તસવીરોમાં
ઢાકા, 8 જૂન: ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બાંગ્લાદેશ પ્રવાસના બીજા દિવસ રવિવારે રાજધાની ઢાકાના લાલબાગમાં આવેલ ઢાકેશ્વરી મંદિરના દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી. મોદીએ ત્યારબાદ રામકૃષ્ણ મિશનની પણ મુલાકાત લીધી હતી.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે ટ્વીટ કર્યું, 'સવારે વહેલા મંદિર દર્શન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકામાં શ્રી શ્રી ઢાકેશ્વરી મંદિરમાં પૂજા કરી.'
શ્રી ઢાકેશ્વરી રાષ્ટ્રીય મંદિર સરકારના સ્વામિત્વના આધીન છે અને તેને બાંગ્લાદેશના રાષ્ટ્રીય મંદિરનો દરજ્જો પ્રાપ્ત છે. મંદિરમાં પૂજા કર્યા બાદ મોદીએ મંદિર સમિતિના સભ્યો અને મંદિરના વરિષ્ઠ સભ્યો સાથે મુલાકાત પણ કરી.
મંદિર પ્રશાસને મોદીને સ્મૃતિ ચિહ્ન પણ આપ્યું. ત્યારબાદ મોદી મંદિર પાસે આવેલા રામકૃષ્ણ મિશનના પ્રવાસ માટે ગયા, જ્યાં મિશનના બૌદ્ધ ભિક્ષુઓએ તેમનું સ્વાગત કર્યું.
મોદીની ઢાકાયાત્રા પર એક નજર કરીએ તસવીરોમાં...

ઢાકેશ્વરી મંદિર
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના બાંગ્લાદેશ પ્રવાસના બીજા દિવસ રવિવારે રાજધાની ઢાકાના લાલબાગમાં આવેલ ઢાકેશ્વરી મંદિરના દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી.

ઢાકેશ્વરી મંદિર પ્રાંગણ
નરેન્દ્ર મોદીએ ઢાકામાં ઢાકેશ્વરી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.

રાષ્ટ્રીય મંદિરનો દરજ્જો પ્રાપ્ત
શ્રી ઢાકેશ્વરી રાષ્ટ્રીય મંદિર સરકારના સ્વામિત્વના આધીન છે અને તેને બાંગ્લાદેશના રાષ્ટ્રીય મંદિરનો દરજ્જો પ્રાપ્ત છે.

રામકૃષ્ણ મિશનમાં મોદીનું સ્વાગત
મોદીએ ત્યારબાદ રામકૃષ્ણ મિશનની પણ મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ભવ્યરામકૃષ્ણ મિશનમાં મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ ભવનમાં મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઢાકાના રાષ્ટ્રપતિ ભવન ખાતે નોંધપોથીમાં નોંધ કરી હતી.

રામકૃષ્ણ મિશન
ત્યારબાદ મોદી મંદિર પાસે આવેલા રામકૃષ્ણ મિશનના પ્રવાસ માટે ગયા, જ્યાં મિશનના બૌદ્ધ ભિક્ષુઓએ તેમનું સ્વાગત કર્યું.

શેખ હસીના સાથે મોદી
બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન શેખ હસીના સાથે હાથ મિલાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

મોદીનું સંબોધન
વડાપ્રધાને બાંગ્લાદેશ ખાતે બાંગાબંધુ ઇંરનેશનલ કન્વેન્શન સેંટરમાં સંબોંધન કર્યું હતું.

ઢાકામાં મોદીનું સંબોધન
વડાપ્રધાને બાંગ્લાદેશ ખાતે બાંગાબંધુ ઇંરનેશનલ કન્વેન્શન સેંટરમાં સંબોંધન કર્યું હતું.
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
