નાસાએ ગૂગલની મદદથી આઠ ગ્રહોનું સૌરમંડળ શોધ્યું

Written By:
Subscribe to Oneindia News

નાસાએ આપણા જેવી જ સોલર સિસ્ટર ધરાવતું આઠ ગ્રહોનું નવું સૌરમંડળ શોધી લીધું છે. અંતરીક્ષ સંગઠનને આ માટે ગુરુવારે જાહેરાત કરી હતી કે સ્પેસ એજન્સી કેલ્પર સ્પેસ ટેલીસ્કોપે પહેલી વાર બીજી સૌર પ્રણાલી અને આઠ ગ્રહો શોધ્યા છે. જેનો તે મતલબ પણ થાય છે કે બ્રહ્માંડમાં આપણા જેવા અનેક સૌર મંડળ હાજર છે. કેપ્લરે પૃષ્ટિ કરી છે કે અન્ય તારાઓમાં મોટી સંખ્યામાં ગ્રહો હાજર છે. અને તે આપણા સૌરમંડળ જેવું જ છે.

ગૂગલ

ગૂગલ

તારા અને સોલર સિસ્ટમના અંગે ગૂગલની આર્ટીફિશ્યલ એન્ટેલીજન્સ ટેકનિકનો ઉપયોગ કરીને મામલે પહેલા જ તપાસ કરવામાં આવી હતી. અને હવે કેપ્લર સ્પેસ ટેલીસ્કોપે આ વાતની પૃષ્ઠી પણ કરી લીધી છે. પણ સૌથી ખુશીની વાત એ છે કે હવે ખગોળશાસ્ત્રીઓએ બે નવી દુનિયા શોધી નીકાળી છે. ગૂગલ દ્વારા મશીન લર્નિંગ આર્ટીફિશ્યલ ઇન્ટેલિજન્સનો એક ભાગ કેપ્લરના ડેટાનું વિશ્ષલેષિત કરે છે.

નવું સૌરમંડળ

નવું સૌરમંડળ

નાસાએ કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ અને આર્ટીફિશ્યલ ઇન્ટેલિજેન્સ દ્વારા એક સોલર સિસ્ટમ શોધી છે. જેમાં 8 ગ્રહ છે. કેપલર 90 આઇ બીજી સોલર સિસ્ટમનો સૌથી નાનો ગ્રહ છે. ઓસ્ટિનના ટેક્સાસ વિશ્વવિદ્યાલયમાં ખગોળીય વૈજ્ઞાનિક અને નાસા સાગન પોસ્ટડોક્ચરલ ફેલો ઇન્ડ્રયૂ વેડરબર્ગ કહે છે કે આ ગ્રહ પૃથ્વીની તુલનામાં લગભગ 30 ટકા મોટો હોવાની સંભાવના છે. પણ આ એક તેવી જગ્યા છે જ્યાં તમે જવા નહીં ઇચ્છો. કારણ કે તેની જમીન ખૂબ જ ગરમ છે. નોંધનીય છે કે કેપ્લર સ્પેસ ટેલીસ્કોપને 2009માં લોન્ચ કરવામાં આવ્યો. તેમે લગભગ 1,50,000 તારાને સ્કેન કર્યા છે. એસ્ટ્રોનોમર્સે કેપ્લર ડેટા દ્વારા અત્યાર સુધી લગભગ 2,500 ગ્રહોની શોધ કરી છે.

2,545 પ્રકાશ વર્ષ દૂર

2,545 પ્રકાશ વર્ષ દૂર

8 ગ્રહો વાળી આ નવી સોલર સિસ્ટમ કેપ્લર- 90 નામના તારાની ચારે બાજુ ગોળ ગોળ ફરે છે. આ સોલર સિસ્ટમ પૃથ્વીથી 2,545 પ્રકાશ વર્ષ દૂર આવેલી છે. અંડ્રયૂ વંડરબર્ગના મુજબ કેપ્લર 90 સ્ટાર સિસ્ટમ આપણા સોલર સિસ્ટમનું મીની વર્ઝન છે. નવા શોધેલા સોલર સિસ્ટમ મુજબ કેપ્લર 90 આઇમાં પૃથ્વી જેવો જ એક પથરીલો ગ્રહ છે. પણ તે તેના ઓર્બિટમાં દર 14.4 દિવસમાં એક વાર ફરે છે. એટલે કે કેપ્લર 90 આઇ પૃથ્વીની જેમ એક વર્ષનો સમય બે અઠવાડિયામાં પૂર્ણ કરી લે છે. નાસાના આ ગ્રહનું તાપમાન પણ 800 ડિગ્રી ફારેનહાઇટ છે. આ તાપમાન બુધ ગ્રહ જેવું છે જે સૂર્યની ખૂબ જ નજીક છે.

નાસા

નાસા

નોંધનીય છે કે લાંબા સમયથી નાસા પૃથ્વીનો પર્યાય શોધી રહી છે. એટલે કે પૃથ્વી જેવો જ શું કોઇ ગ્રહ આપણી આસપાસ છે કે નહીં તે માટે લાંબા સમયથી શોધખોળ ચાલે છે. ત્યારે હાલ નાસાને સૌરમંડળ જેવી જ સિસ્ટમ મળી છે.

English summary
NASA finds another solar system with eight planets.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.