નાસાને મળી મોટી સફળતા, ગાયબ વિક્રમ લેંડર મળ્યુ, જારી કર્યો ફોટો

ભારતના મિશન ચંદ્રયાન-2ના ગાયબ વિક્રમ લેંડર વિશે નાસાએ મોટી માહિતી શેર કરી છે. નાસા તરફથી કહેવામાં આવ્યુ છે કે તેણે ચંદ્રયાન-2ના વિક્રમ લેંડરને શોધી લીધુ છે.

ભારતના મિશન ચંદ્રયાન-2ના ગાયબ વિક્રમ લેંડર વિશે નાસાએ મોટી માહિતી શેર કરી છે. નાસા તરફથી કહેવામાં આવ્યુ છે કે તેણે ચંદ્રયાન-2ના વિક્રમ લેંડરને શોધી લીધુ છે. નાસાએ વિક્રમ લેંડરનો લેંડિંગનો ફોટો પણ જારી કર્યો છે. વાસ્તવમાં ઈસરોના મિશન ચંદ્રયાન-2ને એ વખતે મોટી નિરાશા મળી હતી જ્યારે ચંદ્રમાની સપાટી પર સૉફ્ટ લેંડિંગ કરતા કરતા વિક્રમ લેંડર સાથે સંપર્ક તૂટી ગયો હતો ત્યારબાદ નાસાએ આને શોધી લીધુ છે.

ફોટો શેર કર્યો

ફોટો શેર કર્યો

નાસા તરફથી વિક્રમ લેંડરના લેંડ કરવાની મોઝેક ફોટો શેર કરવામાં આવ્યો છે. નાસાના મિશન લૂનર રીકાનસન્સ ઑર્બિટર કેમેરેએ જે ફોટો લીધો છે તેમાં જોઈ શકાય છે કે ચંદ્રમાની સપાટી પર શું ફેરફાર થયો છે જ્યારે વિક્રમ લેંડરે ચંદ્રમાની સપાટી પર હાઈ લેંડિંગ કર્યુ હતુ. નાસાએ જે ફટો શેર કર્યો તેમાં લીલુ અને વાદળી સ્પૉટ દર્શાવે છે કે વિક્રમ લેંડર ક્યાં પડ્યુ અને ક્યાં તેનો કાટમાળ છે.

ફોટોની સરખામણીથી માલુમ પડ્યુ

નાસા તરફથી કહેવામાં આવ્યુ છે કે ગ્રીન ડૉટ્સ એ વાતની પુષ્ટિ કરે છે કે વિક્રમ લેંડર છે. જ્યારે વાદળી ડૉટ એ દર્શાવે છે કે લેંડરની લેંડિંગ બાદ ત્યાંની માટી હટી છે જ્યાં વિક્રમ લેંડરે લેંડિંગ કરી હતી. એસ એ વાતને દર્શાવે છે કે કાટમાળની ઓળખ શનમુગા સુબ્રમણ્યમે કરી છે. શનમુગા સુબ્રમણ્યમે એલઆરઓ સાથે સંપર્ક કર્યો અને કાટમાળની સકારાત્મક ઓળખ કરી. ત્યારબાદ એલઆરઓસીની ટીમે એ વાતની પુષ્ટિ કરી છે કે પહેલા અને બાદના ફોટોની સરખામણીના આધારે એ વાતની પુષ્ટિ થાય છે કે વિક્રમ લેંડર અહીં લેંડ થયુ હતુ.

ઘણી વાર લેવામાં આવ્યો ફોટો

ઘણી વાર લેવામાં આવ્યો ફોટો

લૂનર રીકાનસન્સ ઑર્બિટર કેમેરા ટીમે પોતાનો પહેલો ફોટો 17 સપ્ટેમ્બરના રોજ જારી કર્યો હતો. પરંતુ એ વખતે એ સ્પષ્ટ નહોતુ થઈ શક્યુ કે વિક્રમ લેંડર ક્યાં છે. ત્યારબાદ એલઆરઓસીએ આસપાસના વિસ્તારોના ફોટાની સરખામણી કરી અને વિક્રમ લેંડરની લેંડ કર્યાની જગ્યાની પુષ્ટિ કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X