70 દિવસ ઉંઘવાના લાખો રૂપિયા આપી રહ્યું છે નાસા

nasa
જો માત્ર 24 કલાક ઉંઘી રહેવા માટે લાખો રૂપિયા મળે તો નક્કી આ બધાની ડ્રીમ જોબ હશે. જીહાં, આવી ડ્રીમ જોબ આવી છે અને અમેરિકાની સ્પેસ એજન્સી નાસા લઇને આવી છે. નાસા 70 દિવસ ઉંઘી રહેવા માટે તમને 5000 ડોલર આપશે એટલે કે ભારતીય રૂપિયા અનુસાર સવા ત્રણ લાખ રૂપિયા છે.

નાસા એક સ્ટડી કરી રહી છે, જેને ‘બેડ રેસ્ટ સ્ટડી'નું નામ આપવામાં આવ્યુ છે. આ દરમિયાન 70 લોકોને 70 દિવસ સુધી ઉંઘાડવામાં આવ્યા, આ શોધ અંતરિક્ષ યાત્રીઓની ભારહિનતાની સ્થિતિના સુધારા માટેના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહી છે. નાસા અનુસાર આ શોધથી જાણવા મળશે કે અંતરિક્ષમાં 70 દિવસ અને 24 કલાકમાં એક અંતરિક્ષ યાત્રીનું શરીર કેટલું ઝુકશે, આ દરમિયાન માથું નીચે રહેશે અને પગ ઉપર.

આ શોધમાં વૈજ્ઞાનિક તમારા પર નજર રાખશે અને તેનાથી જાણવા મળશે કે ભવિષ્યમાં સ્પેસ ફ્લાઇટ દરમિયાન અંતરિક્ષા યાત્રીઓ શરીરમાં ભારહિનતામાં શું-શું બદલાવ આવશે. આ શોધ માટે બે સમૂહ તૈયાર કરવામાં આવશે. પહેલા એક્સરસાઇઝિંગ સબજેક્ટ અને બીજો નોન એક્સરસાઇઝિંગ સબજેક્ટ. એક્સરસાઇઝિંગ સબજેક્ટને 105 દિવસ અને નોન એક્સરસાઇઝિંગ સબજેક્ટને 97 દિવસ સુધી ગાલ્વેસ્ટનની યુનિવર્સિટી ઓફ ટેક્સાસ મેડિકલ બ્રાન્ચમાં રાખવામાં આવશે.

આ કાર્યક્રમના ત્રણ ચરણ હશે. પહેલા ભાગમાં બે સમૂહ બેડમાં સામાન્ય રીતે રહી શકે છે અને હલન-ચલન કરી શખે છે. કાર્યક્રમનો બીજો ભાગ હશે બેડ રેસ્ટ પીરિયડ તેમાં પ્રતિભાગીઓને 70 દિવસ સુધી ઉંઘી રહેવું પડશે, જેમાં માથું થોડું નીચે હશે અને પગ ઉપર અને કાર્યક્રમના અંતિમ ભાગમાં જ્યારે શોધ પૂર્ણ થશે ત્યારે માત્ર 14 દિવસ હશે, જેમાં પ્રતિભાગીઓને આરામથી બેડ પર ઉંઘાડવામાં આવશે.

તમામ ચરણ પૂર્ણ થયા બાદ પ્રતિભાગીઓના લોહી, હાડકાઓ, માંસપેશીઓ અને શરીરના તમામ ભાગોની ચકાસણી થશે. એ પણ ચકાસવામાં આવશે કે આ દરમિયાન તેમનું શરીર સંક્રમણ સામે લડવામાં કેટલું સક્ષમ રહ્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X