For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળની સપાટી પર ઉતર્યુ હેલીકૉપ્ટર Ingenuity, નાસાએ કહ્યુ - 'મિશન 90 ટકા સફળ', જુઓ Pics

અમેરિકી સ્પેસ એજન્સી નાસાને એક મોટી સફળતા મળી છે. મંગળ ગ્રહ પર તેનુ હેલીકૉપ્ટર Ingenuity ઉતરી ચૂક્યુ છે.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી સ્પેસ એજન્સી નાસાને એક મોટી સફળતા મળી છે. મંગળ ગ્રહ પર તેનુ હેલીકૉપ્ટર Ingenuity ઉતરી ચૂક્યુ છે ત્યારબાદ બીજા ગ્રહની સપાટી પર ઉતરનાર તે પહેલુ રોટરક્રાફ્ટ બની ગયુ છે. હવે રોટરક્રાફ્ટ મંગળ ગ્રહના ફોટા લેવામાં સરળતા રહેશે. આ મોટી સફળતા પર ખુશી વ્યક્ત કરીને નાસાએ કહ્યુ કે અમારુ મિશન 90 ટકા સફળ રહ્યુ છે, અમે ખૂબ ખુશ છે. જો આ હેલિકૉપ્ટર મંગળની સપાટી પર ઉતર્યા બાદ પણ કામ કરશે તો અમે પોતાના ચાર ફ્લાઈટ્સને પણ ટેસ્ટ માટે મોકલીશુ.

અમે બધા ઘણા ઉત્સાહિત છે

અમે બધા ઘણા ઉત્સાહિત છે

આ મિશન માટે અમે બધા ઘણા ઉત્સાહિત છે, આ અમારા માટે પડકારોથી ભરેલુ છે. નાસાએ કહ્યુ છે કે અમારી પૂરી નજર હેલીકૉપ્ટર Ingenuity પર છે. મંગળ ગ્રહ પર તાપમાન ખૂબ જ ઓછુ છે એવામાં 24 કલાક બાદ અમે Ingenuityની પૂરી સ્થિતિ જેવી કે બેટરી, ચાર્જર બધુ ચેક કરીશુ. જો તે પહેલાની જેમ સારી રીતે કામ કરતુ હોય તો અમે પોતાનુ મિશન આગળ વધારીશુ. નાસાએ હેલિકૉપ્ટર Ingenuityનો લાલ ગ્રહ પર ઉતરવાનો ફોટો પણ ટ્વિટ કર્યો છે.

રોવર પર્સિવિયરન્સે મોકલ્યો હતો Video

રોવર પર્સિવિયરન્સે મોકલ્યો હતો Video

તમને જણાવી દઈએ કે આ પહેલા 6 માર્ચ 2021એ નાસાના અંતરિક્ષ યાન એટલે કે રોવર પર્સિવિયરન્સે મંગળ ગ્રહ પર પોતાની પહેલી ડ્રાઈવનો વીડિયો મોકલ્યો હતો. આ 33 મિનિટનો વીડિયો હતો. આ વિશે નિવેદન જાહેર કરીને નાસાએ કહ્યુ હતુ કે 4 માર્ચે રોવર પર્સિવિયરન્સે ઉડાન ભરી હતી કે જે મંગળ ગ્રહના જેરો ક્રેટરમાં માત્ર અડધો કલાક ફર્યુ હતુ. એવુ માનવામાં આવી રહ્યુ છે કે જેરો ક્રેટર વિસ્તારમાં પહેલા ક્યારેય નદીના ડેલ્ટા હતા, ક્રેટર એ જીવન વિશે જાણવા માટે ગયુ હતુ.

રાષ્ટ્રપતિ જો બાઈડેને નાસાને આપ્યા અભિનંદન

રાષ્ટ્રપતિ જો બાઈડેને નાસાને આપ્યા અભિનંદન

ઉલ્લેખનીય છે કે મંગળ ગ્રહ પર જીવનની શોધમાં લાગેલુ નાસાએ જ્યારે રોવરને મંગળની સપાટી પર ઉતારવામાં સફળતા મેળવી ત્યારે રાષ્ટ્રપતિ જો બાઈડેને નાસાને અભિનંદન આપીને તેના બધા વૈજ્ઞાનિકોને સેલ્યુટ કર્યા હતા. તેમણે આ આખી પ્રક્રિયાને ટીવી પર લાઈવ જોઈ હતી અને તે બાદ કહ્યુ હતુ કે નાસા અને તેના માર્શ મિશન સાથે જોડાયેલા બધા લોકોને આ સફળતા માટે ખૂબ ખૂબ અભિનંદન. નાસાએ સાબિત કર્યુ કે અમેરિકી વિજ્ઞાન અને મહાન અમેરિકી સમાજ કોઈ પણ અશક્ય પડકારને પૂરો કરી શકે છે, મને બધા વૈજ્ઞાનિકો પર ગર્વ છે, મારી શુભકામનાઓ હંમેશા તેમની સાથે છે.

કોરોના વાયરસે તોડ્યા રેકૉર્ડ, એક દિવસમાં 1,03,558 નવા કેસકોરોના વાયરસે તોડ્યા રેકૉર્ડ, એક દિવસમાં 1,03,558 નવા કેસ

English summary
Nasa’s Mars Ingenuity drops from Perseverance belly, Says-Touchdown confirmed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X