નવાઝ શરીફે ફરી આલાપ્યો કાશ્મીર રાગ
કરાચી, 15 ઓગષ્ટ: પાકિસ્તાનના સ્વતંત્ર દિવસ પર વડાપ્રધાન નવાઝ શરીફે પરંપરાગત રીતે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે, જેને રાજનૈતિક ક્ષેત્રે ગંભીરતાથી નથી લેવાઇ રહ્યું. આ રાજનૈતિક સૂત્રોએ નવાઝ શરીફના નિવેદન પર ટિપ્પણી કરતા જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર તો તણાવનું મૂળ છે તો તેનો હલ શાંતિપૂર્વક વાતચીતથી આવી શકે છે, જેના માટે પાકિસ્તાને યોગ્ય માહોલ બનાવવું પડશે.
ભારતે પહેલા પણ સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ-કાશ્મીર સહિત તમામ મામલાઓ પર વાત કરવા માટે તૈયાર છે, પરંતુ શાંતિ અને સદભાવનાના વાતાવરણમાં જ સંભવ બની શકે છે. આતંકવાદની બંદૂકની નોંક પર ભારત કોઇ પણ મુદ્દા પર દબાણમાં નહીં આવે.

અત્રે નોંધનીય છે કે વિદેશ સચિવ સુજાતા સિંહ 25 ઓગષ્ટના રોજ પાકિસ્તાની વિદેશ સચિવ સાથે વાત કરવા માટે ઇસ્લામાબદ જઇ રહ્યા છે જેમાં બંને દેશોની વચ્ચે વાતચીતને આગળ વધારવાના મામલા પર ચર્ચા થશે. સૂત્રો અનુસાર, ભારતે પહેલા જ સ્પષ્ટતા કરી દીધી છે કે પાકિસ્તાનની સાથે વાર્તાની ગાડી તેના વલણના આધાર પર આગળ વધશે. માટે સુજાતા સિંહ પાકિસ્તાની સમકક્ષ વાતચીત દરમિયાન સ્પષ્ટ શબ્દોમાં કહેશે કે પાકિસ્તાની સેનાએ એ સુનિશ્ચિત કરવું પડશે કે એલઓસી અને ઇંટરનેશનલ બોર્ડર પર પાકિસ્તાન સીઝફાયરને તોડવાનું બંધ કરે. આ કારણે સીમા પર રહેનારા લોકોની જીંદગી બરબાદ થઇ રહી છે.












Click it and Unblock the Notifications
