ભારત સાથે ઉષ્માપૂર્ણ સંબંધો બાંધવા તત્પર છું : નવાઝ શરીફ

વોલ સ્ટ્રીટ જર્નલને આપેલી મુલાકાતમાં શરીફે કહ્યું છે કે હું જ્યારે અગાઉ વડા પ્રધાન હતો ત્યારે મારી સરકારના અમેરિકા સાથેના સંબંધો સારા હતા. હું તે સંબંધોને વધારે સારા બનાવીશ. શરીફે ભારત સાથે ઉષ્માભર્યા સંબંધો બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને અફઘાનિસ્તાન પ્રત્યે પણ દોસ્તીનો હાથ લંબાવશે.
અમેરિકાની સીઆઇએ દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલા ડ્રોન હુમલા અંગે તેમણે જણાવ્યું કે "અમેરિકાએ તેના ડ્રોન કેમ્પેઇન અંગે પુનર્વિચાર કરવો જોઇએ અથવા તો પાકિસ્તાનના નાગરિકોમાં વધી રહેલા એન્ટિ અમેરિકન રોષનો સામનો કરવા તૈયાર રહેવું જોઇએ."
શરીફને 1999માં પરવેઝ મુશર્રફના વડપણ હેઠળના લશ્કરે રક્તપાતવિહોણો બળવો કરીને પદભ્રષ્ટ કર્યા હતા. આ વખતની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું કે "લશ્કર સાથે મારે કોઇ સમસ્યા નથી. હું નથી માનતો કે મુશર્રફે જે કર્યું તેના માટે લશ્કર જવાબદાર છે. તે સમયે જે થયું તે મુશર્રફે પોતાની અંગત શક્તિઓનો ઉપયોગ કરીને કર્યું હતું. તે માટે લશ્કરને જવાબદાર ઠોરવી શકાય નહીં."












Click it and Unblock the Notifications
