ગજબની મહિલા! એક નહીં.. બે નહીં.. ત્રણ ત્રણ પુરુષો સાથે કર્યા લગ્ન!

ક્રેઝી ન્યૂઝ24 અનુસાર એક સાથે ત્રણ પુરુષો સાથે લગ્ન કરનારી આ મહિલા ટિયા ચૈપલ છે જે નોર્થ કેરોલીનના ઓલ્ડ ફોર્ટની રહેનારી છે. પરંતુ તેના આ કૃત્યનો ખુલાશો ત્યારે થયો જ્યારે તે ત્રીજા લગ્ન કરવા માટે કોર્ટમાં પહોંચી. અહીં આ મહિલાએ પોતાના ત્રીજા લગ્નને પહેલા ગણાવ્યા જોકે વાસ્તવિકતા કંઇક જુદી જ હતી, જેની ખબર તેના થનારા પતિને પણ ન્હોતી.
જોકે ટિઆના આ લગ્ન પણ થઇ ગયા, પરંતુ જ્યારે લગ્નનું લાયસન્સ આપવા માટે તપાસ શરૂ થઇ તો કોર્ટવાળાના પગ નીચેથી જમીન ખસકી ગઇ, કારણકે તે જે લગ્નને પહેલા ગણાવી રહી હતી તે અસલમાં ત્રીજા લગ્ન હતા.
પછી શું કોર્ટવાળાએ મેકડોવેલ પોલીસને સૂચના આપી દીધી અને ટિનાની ધરપકડ કરીને તેની પૂછપરછ કરવામાં આવી. પોલીસની તપાસમાં ટિનાએ જણાવ્યું કે તેણે પહેલાથી જ કેબારસ કાઉંટીના રહેનારા બે અન્ય પુરુષો સાથે લગ્ન કરી રાખ્યા છે. આ સામે આવ્યા બાદ કોર્ટે ટિનાના લગ્નને કેંસલ તો કરી જ દીધા પરંતુ પોલીસે તેને જેલમાં કેદ કરી લીધી અને તેને 10 હજાર ડોલરના જામીન પર મૂક્ત કરી.












Click it and Unblock the Notifications
