નેપાળઃ પ્રચંડની સરકાર પડી ભાંગી, પ્રચંડ પુષ્પ કમલ દહલે વિશ્વાસ મત ગુમાવ્યો
Nepal PM Pushpa Kamal Dahal News: નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલએ શુક્રવારે વિશ્વાસ મત જીતી પ્રચંડ સરકારને આઘાત પહોંચાડ્યો છે, નેપાળમાં દોઢ વર્ષ જૂની પ્રચંડ સરકાર પડી ભાંગી છે. ઉલ્લેખનીય છે, 3 જુલાઈના રોજ નેપાળ સરકારમાં ગઠબંધન સહયોગી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી-લેનિનવાદી)એ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેચી લીધા બાદ 69 વર્ષીય પ્રચંડે વિશ્વાસ મતની માંગ કરી હતી.

શુક્રવારે મતદાન પછી સ્પીકર દેવરાજ ધિમિરે ઘોષણા કરી કે ઉપસ્થિત 258 સાંસદોમાંથી 63એ વડાપ્રધાનના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે 194એ તેમની વિરુદ્ધ મતદાન કર્યું. એક સાંસદે મતદાનમાં ભાગ નહોતો લીધો. 275 સભ્યો વાળી સંસદમાં બહુમત સાબિત કરવા માટે 138 મતની જરૂરત હોય છે.
કેપી શર્મા ઓલી બનશે નેપાળના નવા વડાપ્રધાન?
શુક્રવારે રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાજકીય પક્ષોને નવી સરકાર રચવા માટે રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમના દાવા રજૂ કરવા જણાવ્યું હતું. નેપાળી કોંગ્રેસ અને સીપીએન-યુએમએલ વચ્ચેના કરાર મુજબ, અનુક્રમે 88 અને 78 બેઠકો સાથે સંસદમાં બે સૌથી મોટા પક્ષો, યુએમએલના કેપી શર્મા ઓલી સરકાર બનાવવાનો દાવો કરવા માટે તૈયાર છે.
અગાઉના દિવસે, પ્રચંડે સંસદમાં કહ્યું હતું કે UMLએ તેમની સાથે દગો કર્યો છે અને સંસદમાં બે સૌથી મોટા દળોની સરકાર લોકશાહી માટે ખતરો છે. તેમણે કહ્યું કે હું રીગ્રેશન અને સરમુખત્યારશાહીથી ચિંતિત છું. બે સૌથી મોટા પક્ષોનું જોડાણ અરાજકતાને પ્રોત્સાહન આપે છે અને લોકશાહીને નબળી પાડે છે.












Click it and Unblock the Notifications
