સતત 86 કલાક જાગીને 500 કિમી. દોડી મહિલા, રચ્યો વિશ્વ રેકોર્ડ!
વેલિંગ્ટન, 24 ડિસેમ્બર: માનવના જીવનની સૌથી જરૂરી કોઇ વસ્તુ હોય તો તે છે નિંદ્રા. તેના વગર બે મિનિટ પણ કામ કરવું કોઇ વ્યક્તિ માટે સંભવ નથી. પરંતુ જો કોઇ વ્યક્તિ થોડી પણ નિંદર લીધા વગર 86 કલાક દોડીને એક નવું કીર્તિમાન સ્થાપિત કરે તો તે સૌના આકર્ષણનું કેન્દ્ર બને તો સ્વાભાવિક છે.
ન્યૂઝીલેન્ડના શહેર આકલેન્ડમાં રહેનાર 47 વર્ષીય એક મહિલા અને ચાર બાળકોની માતા કિમ એલેનએ એક સ્પર્ધા દોડમાં પહેલાના 486 કિલોમીટરના રેકોર્ટને તોડી પાડ્યો છે. પરંતું આ મહિલા પોતાની દોડમાં એટલી મશગૂલ હતી કે તેને ખબર જ ના પડી કે તે ક્યારે 12 મેરાથનની બરાબર દોડી ચૂકી છે. કિમે 86 કલાકમાં કૂલ 500 કિલોમીટર દોડી હતી.

દૌડ લગાવવા દરમિયાન મહિલાના પેટમાં દુ:ખાવો પણ થયો, પરંતુ તેણે રોકાવાનું નામ ના લીધું. પગમાં દુ:ખાવાથી છૂટકારો મેળવવા માટે તેણે બૂટના આગળના ભાગને કાણું પાડી દીધું. જેથી પગની આંગળીઓના દુ:ખાવામાંથી રાહત મળે.












Click it and Unblock the Notifications
