માં-બાપે ટોઇલેટમાં ફેંકી દીધું નવજાત શિશુ

બેઇજિંગ, 29 મેઃ પાડોશી દેશ ચીનમાં એક એવી ઘટના બની છે કે જેનાથી માનવતા શર્મસાર થઇ ગઇ છે. આ દર્દનાક વારદાત અંગે જાણ્યા બાદ તમને પણ ગુસ્સો આવશે. અહીં એક રેસ્ક્યુ ટીમે સીવર પાઇપમાં ફંસાયેલા એક નવજાત શિશુને ઘણી મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યો. હેરાન કરી મુકે તેવી વાત એ છે કે માતા-પિતાએ જ તેને કમોડમાં નાંખીને ફ્લશ કરી નાખ્યો હતો.

પ્રાપ્ત માહતી અનુસાર ઘટના ઝેજિયાંગ પ્રોવિન્સના જિન્હુઆની છે, જ્યાં નવજાત શિશુ એક રહેવાસી બિલ્ડિંગના ટોઇલેટ કમોડથી લાગેલી પાઇપમાં ફસેયાલું હતું. આ વાતની જાણકારી ત્યારે થઇ જ્યારે લોકોને વારંવાર બાળક રોવાનો અવાજ સંભળાઇ રહ્યો હતો. લોકોએ તુરત તેની જાણકારી બચાવ દળને આપી હતી.

infant-baby
બચાવ દળના લોકો તુરત ઘટનાસ્થળે પહોંચી ગઇ અને 4 ઇંચ જાડી પાઇપને કાપીને તેમાંથી બાળકને બચાવ્યું હતુ અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું. જ્યાં ડોક્ટર્સે સાવધાની સાથે પાઇપની અંદર ફસાયેલા બાળકને બહાર કાઢ્યું. હાલ બાળકની હાલત સ્થિર છે. પોલીસ બાળકોના માતા પિતાની શોધખોળમા લાગી ગઇ છે.

બીજી તરફ આ ઘટના સામે આવ્યા બાદ ચીનમા લોકોએ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ થકી જોરદાર ગુસ્સો વ્યક્ત કર્યો છે. લોકોએ કહ્યું છે કે બાળકને ફ્લશ કરનાર નિર્દયી માં-બાપને કડકમાં કડક સજા મળવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X