nobel prize 2021 in physics : સુકુરો માનેબે, ક્લાસ હસેલમેન અને જ્યોર્જિયો પેરસીને મળ્યો એવોર્ડ

ભૌતિકશાસ્ત્ર માટે 2021ના​નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા ત્સુકુરો મનાબે, ક્લાસ હાસેલમેન અને જ્યોર્જિયો પેરસીને 2021નો ભૌતિકશાસ્ત્ર નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. ત્

nobel prize 2021 in physics : ભૌતિકશાસ્ત્ર માટે 2021ના​નોબેલ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ દ્વારા ત્સુકુરો મનાબે, ક્લાસ હાસેલમેન અને જ્યોર્જિયો પેરસીને 2021નો ભૌતિકશાસ્ત્ર નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે.

nobel prize 2021 in physics

ત્રણેય વૈજ્ઞાનિકોને સંયુક્ત રીતે આ પુરસ્કાર તેમના ભૌતિક પ્રણાલીઓ વિશેની આપણી સમજમાં અભૂતપૂર્વ યોગદાન માટે આપવામાં આવ્યો છે. મંગળવારના રોજ (05 ઓક્ટોબર) નોબેલ એસેમ્બલી દ્વારા નામોની જાહેરાત કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 216 લોકોને ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. જેમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.

આ સિદ્ધિઓ માટે મળ્યો નોબેલ પુરસ્કાર

Tsukuro Manebe : ત્સુકુરો મનાબે એ શોધ કરી છે કે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું વધેલું સ્તર પૃથ્વીની સપાટી પરના તાપમાનમાં કેવી રીતે વધારો કરે છે. ત્સુકુરો મનાબેને આ શોધ કરવા માટે નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

Giorgio Parisi : જ્યોર્જિયો પેરસીને અવ્યવસ્થિત જટિલ સામગ્રીમાં છૂપાયેલી પેટર્ન શોધવા બદલ નોબેલ એનાયત કરવામાં આવ્યો છે. તેમની શોધ જટિલ સિસ્ટમ્સના સિદ્ધાંતમાં સૌથી મહત્વપૂર્ણ યોગદાનમાંની એક છે.

Klaus Hasselmann : ક્લાઉસ હેસલમેને એક મોડેલ બનાવ્યું છે, જે હવામાન અને આબોહવાને એકબીજા સાથે જોડે છે. જે સમજાવે છે કે, જ્યારે હવામાન ચલ અને અસ્તવ્યસ્ત હોય હવામાન મોડેલ્સ વિશ્વસનીય કેમ હોય શકે છ.

શું કહ્યું નોબેલ પુરસ્કાર સમિતિના અધ્યક્ષે?

ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર માટેની સમિતિના અધ્યક્ષ થોર હેનસેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ વર્ષે કરવામાં આવેલી શોધ દર્શાવે છે કે, આબોહવા અંગેનું આપણું જટિલ ભૌતિક પ્રણાલીઓના ગુણધર્મો અને ઉત્ક્રાંતિ જ્ઞાન નક્કર વૈજ્ઞાનિક આધાર પર છે.

સોમવારના જાહેર કરાયો હતો ફિઝીયોલોજી માટે નોબેલ પુરસ્કાર 2021

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંથી એક એવા નોબેલ પુરસ્કાર 2021ની જાહેરાત કરવામાં આવી છે. ડેવિડ જુલિયસ અને આર્ડેમ પાટાપૌટિયનએ તાપમાન અને સ્પર્શ માટે રીસેપ્ટર્સની શોધ માટે ફિઝીયોલોજી અથવા મેડિસિનમાં 2021નો નોબેલ પુરસ્કાર જીત્યો છે. ઉલ્લેખનીય વાત છે કે, નોબેલ પુરસ્કારો આપવામાં આવનારો પ્રથમ પુરસ્કાર છે. ફિઝિયોલોજી અથવા મેડિસિનમાં નોબેલ પુરસ્કાર ડેવિડ અને આર્ડેમને સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે.

ગરમી, ઠંડી અને સ્પર્શને સમજવાની આપણી ક્ષમતા અસ્તિત્વ માટે જરૂરી છે. તે આજુબાજુની દુનિયા સાથે સંપર્ક બનાવવામાં પણ મદદ કરે છે. આપણા રોજિંદા જીવનમાં આપણે આ સંવેદનાઓને હળવાશથી લઈએ છીએ, પરંતુ તાપમાન અને દબાણને સમજવા માટે ચેતા આવેગ કેવી રીતે શરૂ થાય છે? આ પ્રશ્નનો જવાબ આ વર્ષના નોબેલ વિજેતાઓએ તેમની શોધ દ્વારા આપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X