For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાર્ડન,યામનાકાને મેડિકલ ક્ષેત્રે નોબલ

|
Google Oneindia Gujarati News

Yamanaka
સ્ટોકહોમ, 08 ઑક્ટોબરઃ જાપાનના સંશોધક શિન્યા યામનાકા અને બ્રિટનના જોન ગાર્ડનને સોમવારે સંયુક્ત રીતે મેડિસિન ક્ષેત્રે નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમને આ નોબલ પુરસ્કાર સ્ટીમ સેલ વર્ક બદલ આપવામાં આવ્યો છે. આ સેલ પોતાની ઇચ્છાનુસાર કોઇપણ પ્રકારના સેલમાં બદલી શકાય છે.

સ્ટોકહોમમાં કારોલિંસ્કા ઇન્સ્ટીટ્યૂટની પુરસ્કાર સમિતિએ આ ઘોષણા કરતા કહ્યું છે કે આ શોધે સેલ અને ઇન્દ્રીઓના વિકાસની અમારી સમજમાં ક્રાંતિ લાવી દીધી છે.

સમિતિનું કહેવું છે કે, ગાર્ડન અને યામનાકાની શોધે જણાવ્યું છે કે, કેવી પરિસ્થિતિઓમાં વિશેષ સેલનો વિકાસના ચક્રને પાછળની તરફ ફેરવી શકાય છે. તેમનું કહેવું છે કે આ શોધને આખા વિશ્વવના વૈજ્ઞાનિકોને એક નવું ઉપકરણ આપ્યું છે અને તેનાથી મેડિસિન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઇ છે.

મેડિસિન ક્ષેત્રમાં નોબલની જાહેરાત આ વર્ષની પહેલી જાહેરાત છે. ભૌતિક વિજ્ઞાનના પુરસ્કારની ઘોષણા મંગળવારે, રસાયણશાસ્ત્રની બુધવારે, સાહિત્યની ગુરુવારે અને શાતિના નોબલની જાહેરાત શુક્રવારે કરવામાં આવશે.

અર્થશાસ્ત્રના ક્ષેત્રમાં નોબલ પુરસ્કાર વર્ષ 1968માં સ્વીડિશ સેન્ટ્રલ બેન્ક દ્વારા આપવામાં આવવાની શરૂઆત કરવામાં આવી છે. 15 ઑક્ટોબરે તેની જાહેરાત કરવામાં આવશે. પુરસ્કાર 10 ડીસેમ્બરે આપવામાં આવશે.

English summary
British researcher John Gurdon and Shinya Yamanaka of Japan won this year’s Nobel Prize in physiology or medicine on Monday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X