ઉ.કોરિયાએ ફરી જાપાન ઉપરથી છોડી મિસાઇલ, જાપાનમાં એલર્ટ જાહેર

Written By:
Subscribe to Oneindia News

ઉત્તર કોરિયા દ્વારા એક અઠવાડિયાની અંદર સતત બીજીવાર જાપાનની સીમા પર મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઉત્તર કોરિયાએ આ મિસાઇલનું પરીક્ષણ ઉત્તરી જાપાનના દ્વીપ હોકાઇડો પર કર્યું છે. ઉત્તર કોરિયાના આ પરીક્ષણ પર જાપાનના વડાપ્રધાને તીખી ટિપ્પણી કરી છે. વડાપ્રધાન શિન્ઝો આબેએ કહ્યું કે, તેમનો દેશ ક્યારેય પણ ઉત્તર કોરિયાનું દુઃસાહસ સહન નહીં કરે. તેમણે ચેતવણી આપી છે કે, જો ઉત્તર કોરિયા આ જ દિશામાં આગળ વધશે, તો એ તેમના ભવિષ્ય માટે સારું નહીં રહે. બીજી બાજુ, ઉત્તર કોરિયાના આ મિસાઇલ પરીક્ષણ બાદ યુએન સિક્યુરિટી કાઉન્સિલ દ્વારા એક આપાતકાળ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક શુક્રવારે બપોરે થશે, જાપાન અને અમેરિકાની અપીલ પર આ બેઠક બોલવવામાં આવી છે.

ચીન અને રશિયા પાસે કાર્યવાહીની માંગ

ચીન અને રશિયા પાસે કાર્યવાહીની માંગ

ઉત્તર કોરિયાના આ મિસાઇલ પરીક્ષણ અંગે દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે, ઉત્તર કોરિયાએ આ મિસાઇલનું પરીક્ષણ હોકાઇડો દ્વીપ પર 770 કિમીની ઉંચાઇએ કર્યું છે. લેન્ડ કરતા પહેલાં આ મિસાઇલે 3700 કિમીનું અંતર કાપ્યું હતું. ઉત્તર કોરિયાની આ કામગીરી પર અમેરિકાના વિદેશ સચિવ સ્ટેટ રેક્સ ટિલર્સને કહ્યું કે, ચીન અને રશિયાએ ઉત્તર કોરિયા વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઇએ. ચીન અને રશિયા ઉત્તર કોરિયાના આર્થિક સહયોગી છે. ચીન રશિયામાંથી તેલની નિકાસ કરે છે અને રશિયા ઉત્તર કોરિયાને સૌથી વધુ કામદારોની સગવડ કરી આપે છે. આથી આ બંને દેશોએ ઉત્તર કોરિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાનો સ્પષ્ટ સંદેશ આપવો જોઇએ.

જાપાનમાં ચેતવણી જાહેર

જાપાનમાં ચેતવણી જાહેર

દક્ષિણ કોરિયાની સેનાએ કહ્યું કે, હાલમાં જ યુએન દ્વારા ઉત્તર કોરિયા પર જે રીતે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, એ પછી આ પહેલું પરીક્ષણ છે. ગુરૂવારની સવારે 7 વાગે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલે લગભગ 17 મિનિટની ઉડાન ભરી હતી. આ લોન્ચના તુરંત બાદ જાપાને ચેતવણી જાહેર કરતાં લોકોને સુરક્ષિત જગ્યાએ જવાનું સૂચવ્યું હતું. સાથે જ લોકોને નિર્દેશ આપવામાં આવ્યા હતા કે, કોઇ પણ શંકાસ્પદ વસ્તુને હાથ ન લગાવે.

ગતે તેવી પરિસ્થિતિ માટે રહે તૈયાર

ગતે તેવી પરિસ્થિતિ માટે રહે તૈયાર

જાપાનના ચીફ કેબિનેટ સચિવ યોશિહિદે સુગાએ ઉત્તર કોરિયાના આ લોન્ચની નિંદા કરતાં કહ્યું કે, અમે ઉત્તર કોરિયાની આવી કામગીરી સહન નહીં કરીએ. વડાપ્રધાન શિન્ઝો આબેએ પણ કોઇ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાનું જણાવ્યું છે. તો બીજી બાજુ, ઉત્તર કોરિયા આ લોન્ચ અંગે ચીફ ઑફ સ્ટાફ જૉન કેલીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને પણ જાણકારી આપી છે.

ભારતમાં જાપાનના PMએ કરી હતી ઉ.કોરિયાની નિંદા

ઉલ્લેખનીય છે કે, 13-14 સપ્ટેમ્બર દરમિયાન જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે ભારતની મુલાકાતે હતા. 14 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબેએ સંયુક્ત પત્રકાર પરિષદનું સંબોધન કર્યું હતું, જેમાં બંને વડાપ્રધાને ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારો વિકાસાવવાની અને બેલિસ્ટિક મિસાઇલ પ્રોગ્રામની કામગીરીની નિંદા કરી હતી. થોડા સમય પહેલાં જ ઉત્તર કોરિયાએ દાવો કર્યો હતો કે, તેમણે બેલિસ્ટિક મિસાઇલમાં લોડ કરી શકાય એવા હાઇડ્રોજન બોમ્બનું સફળતાપૂર્વ પરીક્ષણ કર્યું છે.

English summary
North Korea fires 2nd missile over Japan.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.