For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે 24 લાખ ભારતીયોને મળશે અમેરિકન નાગરિકત્વ

|
Google Oneindia Gujarati News

us-immigration
વૉશિંગ્ટન, 28 જૂન : અમેરિકન સેનેટે ઇમિગ્રેશન સુધારા બિલ પસાર કરી દીધું છે. તે કાયદો બનતા જ 24 લાખ ભારતીય સહિત કુલ 1.1 કરોડ ગેરકાયદેસર પ્રવાસીઓને માટે અમેરિકન નાગરિકત્વનો માર્ગ ખુલી જશે. ઓબામા સરકારનો આ ખરડો ગઇકાલે 32 વિરુદ્ધ 88 મતોથી પસાર કરવામાં આવ્યો હતો.

આ ખરડાને કાયદો બનાવવા માટે રાષ્ટ્રપતિ બરાક ઓબામાની પાસે મોકલતા પહેલા તેના અંગે પ્રતિનિધિ સભામાં વિચાર કરવામાં આવશે. જો કે આ ખરડામાં એચ 1 બી વિઝા સાથે સંકળાયેલી કેટલીક કડક જોગવાઇઓ પણ છે. આ જોગવાઇઓ અમેરિકામાં કાર્યરત ભારતીય કંપનીઓને ખરાબ રીતે અસર કરશે.

આ વિધેયક અંગે ઓબામાએ એક નિવેદનમાં જણાવ્યું કે "આજે એક મજબૂત દ્વિપક્ષીય મતદાન સાથે અમેરિકન સેનેટ, અમેરિકન જનતા અને ખાડે ગયેલી ઇમિગ્રેશન વ્યવસ્થાને સુધારવા માટે એક પગલું વધારે નજીક પહોંચ્યા છીએ." તેમણે જણાવ્યું કે આના અમલથી અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 1.1 કરોડ લોકોને નાગરિકતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે.

આ નવી વ્યવસ્થા અમલી બનતા તેમાં ગેરકાયદેસર રહેતા લોકોએ તેમના બેકગ્રાઉન્ડની તપાસ, અંગ્રેજીનું જ્ઞાન, ટેક્સ ચૂકવણી અને દંડ તથા પછી કાયદેસર રીતે ત્યાં દાખલ થવા માટે અન્ય લોકોની જેમ નિયમો અંતર્ગત રાહ જોવાનો સમાવેશ થાય છે.

તેમણે જણાવ્યું કે આ કાયદો ઇમિગ્રેશન વ્યવસ્થાને આધુનિક બનાવવામાં આવશે. જે ફરી એકવાર અમારા મૂલ્યોને દર્શાવી શકે અને સમયની જરૂરિયાતોને સમજાવી શકે. આ કારણે અમેરિકાની ખોટ ઘટશે અને તેનાથી અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદ મળશે.

English summary
Now 24 million Indians will get American citizenship
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X