હવે ટ્વિટર બ્લૂ ટીક ઉપરાંત ઓફિશિયલ લેબલ પણ આપશે, જાણો કોનો મળશે?
જ્યારથી ટ્વિટરની કમાન એલોન મસ્કના હાથમાં આવી છે ત્યારથી ટ્વિટર સાથે જોડાયેલા એક પછી એખ વિવાદ સામે આવી રહ્યા છે.
જ્યારથી ટ્વિટરની કમાન એલોન મસ્કના હાથમાં આવી છે ત્યારથી ટ્વિટર સાથે જોડાયેલા એક પછી એખ વિવાદ સામે આવી રહ્યા છે. સૌથી પહેલા પરાગ અગ્રવાલની હકાલપટ્ટી, ત્યારબાદ બ્લૂ ટિક વિવાદ અને કર્મચારીઓની છટ્ટણીને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે ટ્વિટરે નવી જાહેરાત કરી છે.

માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર આજકાલ મોટા બદલાવ થઈ રહ્યા છે ત્યારે હવે ટ્વિટરે બ્લૂ ટિક સાથે સાથે ઓફિશિયલ લેબલની જાહેરાત કરી છે. હવે કંપનીએ બ્લૂ ટિક અને ઓફિશિયલ એકાઉન્ટ વચ્ચે રેખા ખેંચી છે.
આ બાબતે ટ્વિટર અધિકારી એસ્થર ક્રોફોર્ડે ટ્વિટર પર જાણકારી આપી કે, ઘણા લોકોએ પૂછ્યું છે કે તે ટ્વિટર બ્લૂ ગ્રાહકો અને સત્તાવાર વેરિફાઈડ એકાઉન્ટ્સ વચ્ચે કેવી રીતે તફાવત કરશે. આ કારણે અમે કેટલાક એકાઉન્ટ માટે સત્તાવાર લેબલ રજૂ કરી રહ્યા છીએ. ક્રોફોર્ડે કહ્યું કે પહેલાથી ચેક કરાયેલા તમામ ખાતાઓને ઓફિશિયલ લેબલ મળશે નહીં.
આ સિવાય તેમણે ઓફિશિયલ વિશે વાત કરતા કહ્યું કે, કોઈપણ ઓફિશિયલ લેબલ ખરીદી શકશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે, અમે જે એકાઉન્ટને ઓફિશિયલ લેબલ આપી રહ્યા છીએ તેમાં, સરકારી એકાઉન્ટ, કોમર્શિયલ કંપનીઓ, બિઝનેસ પાર્ટનર, મીડિયા આઉટલેટ અને પબ્લિક હસ્તીઓનો સમાવેશ કરાયો છે.
ટ્વિટર બ્લૂ સબ્સ્ક્રિપ્શન વિશે ક્રોફોર્ડે કહ્યું કે, નવા ફીચરમાં આઈડી વેરિફિકેશન સામેલ નથી. આ એક ઑપ્ટ-ઇન, પેઇડ સબ્સ્ક્રિપ્શન છે, જે બ્લુ ચેકમાર્ક આપે છે અને પસંદ કરેલ ફીચર્સનો એક્સેસ આપે છે. અમે એકાઉન્ટ્સ વચ્ચે ઇન્ટરઓપરેબિલિટી જાળવવા માટે તેનો ઉપયોગ ચાલુ રાખીશું.
અહીં તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એલોન મસ્કે ટ્વિટરને હસ્તગત કર્યું છે. મસ્કે પ્લેટફોર્મ માટે સબ્સ્ક્રિપ્શન પ્રોગ્રામ, નવી વેરિફિકેશન સિસ્ટમ વગેરે જેવી ઘણી બાબતો રજૂ કરવાનું વચન આપ્યું છે.
હવે ટ્વિટર વેરિફિકેશન પ્રોગ્રામ માટે યુઝર્સને દર મહિને 8 ડોલર ચૂકવવા પડશે. ટ્વિટર વેરિફિકેશન સિસ્ટમ હેઠળ, યુઝર્સ ઓછી જાહેરાતો, રિપ્લાયમાં પ્રાથમિકતા, લાંબા વીડિયો અને પોસ્ટ કરવા જેવી સુવિધાઓનો લાભ લઈ શકશે. આ સિવાય મસ્કની ટ્વિટર બ્લુ ટીમ વધુ સારો વીડિયો અનુભવ આપવા માટે કામ કરી રહી છે.












Click it and Unblock the Notifications
