For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યૂટ્યુબ યુઝર્સમાં નિરાશા, ચૂકવવા પડશે વીડિયો જોવાના રૂપિયા!

|
Google Oneindia Gujarati News

youtube
ભારતમાં મોંઘા ફોન કોલનો સમય બદલાઇ રહ્યો છે. રિલાયન્સના પ્રીપેડ ગ્રાહકો માટે મોબાઇલ કોલ મોંઘો કરી દેવામાં આવ્યો છે. બીજી બાજું હવે યૂટ્યુબ પર વીડિયો જોવો અને સાંભળવો એ સરળ નથી કારણ કે યુટ્પૂબ પર પોતાની સાઇટ પર દેખાડવામાં આવતા વીડિયો માટે હવે નેટ યુઝર્સ પાસે સબ્સક્રિપ્શન લેશે.

સૂત્રોના અનુસાર યૂટ્યુબ પર અપલોડેડ લગભગ 50 હજાર ચેનલોને જોવા માટે લગભગ બે ડોલર અથવા તો સવા સૌ રૂપિયા સુધી સબ્સક્રિપ્શન લેવું પડશે. જે લોકો યૂટ્યુબના સબ્સક્રાઇબર્સ હશે તેમને જ એક્સક્લુઝિવ વીડિયો જોવા મળશે. આ ઉપરાંત ઘણાબધા ટીવી શો અને ફિલ્મો પણ આ ચેનલોમાં જોવા મળશે. ગયા વર્ષે ઓક્ટોબરમાં યૂટ્યુબે 60 પાર્ટનર ચેનલ લોંચ કરી હતી.

જોકે હજી સુધી એ વાતની જાણકારી નથી મળી શકી કે યૂટ્યુબ જે ચેનલોને પેઇડ કરવા જઇ રહ્યું છે, તેમાં કોનું કોનું નામ સામેલ છે. આ યોજના સાથે જોડાયેલ એક સભ્ય અનુસાર આ ચેનલો પર આર્કાઇવ તો મળશે જ, સાથે સાથે એક્સક્લૂઝિવ પ્રીવ્યૂ અને ક્લિપ્સ પણ જોવા મળશે.

યૂટ્યુબે હજી સુધી આ પ્લાન અંગે કોઇ અધિકારીક સૂચના આપી નથી. પરંતુ ગૂગલના પ્રવક્તાએ જણાવ્યું કે આ અંગે ગંભીરતાપૂર્વક વિચાર કરી રહ્યું છે કારણ કે આના થકી યુસર્સને પહેલા કરતા વધારે આનંદ આવશે.

English summary
now you will have to pay for watch youtube video.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X