For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અફઘાનિસ્તાનથી 34 હજાર સૈનિકો પાછા ફરશે: ઓબામા

|
Google Oneindia Gujarati News

barack obama
વોશિંગ્ટન, 13 ફેબ્રુઆરી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આજે યુદ્ધ પ્રભાવિત અફઘાનિસ્તાનમાંથી આવતા વર્ષે 34 હજાર અમેરિકન સૈનિકોને હટાવી લેવાની જાહેરાત કરી છે. સાથે સાથે અમેરિકન રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે એક દાયકા સુધી લાંબી ચાલેલી આ લડાઇનો 2014ના વર્ષમાં અંત થઇ જશે.

કોંગ્રેસને પોતાના વાર્ષિક ઉદબોધનમાં ઓબામાએ જણાવ્યું કે આ વસંત આમારુ દળ સહાયક ભૂમિકામાં આવી જશે, જ્યારે અફઘાન સુરક્ષા દળ મુખ્ય મોર્ચા સંભાળી લેશે. આજે હું એ જાહેરાત કરુ છું કે આવતા વર્ષે અન્ય 34 હજાર અમેરિકન સૈનિકો અફઘાનિસ્તાનમાંથી પરત ફરીને ઘરે આવી જશે.

તેમણે જણાવ્યું કે સૈનિકો હટાવવાની આ પ્રક્રિયા ચાલુ રહેશે. આવતા વર્ષના અંત સુધી અફઘાનિસ્તાનમાં અમારા યુદ્ધનો અંત આવી જશે. ઓબામાએ જણાવ્યું કે 2014 બાદ પણ અફઘાનિસ્તાન પ્રત્યે અમેરિકાની પ્રતિબધ્ધતા જારી રહેશે. પરંતુ આ પ્રતિબદ્ધતાનો સ્વભાવ બદલાઇ જશે.

તેમણે જણાવ્યું કે અમે અફઘાનિસ્તાન સરકારની સાથે બે અભિયાનો પર આધારિત એક સમજૂતિ પર વાતચીત કરી રહ્યા છીએ. આ બંને અભિયાનોમાંથી એક છે- અફઘાની દળોનું પ્રશિક્ષણ અને તેમને સમર્થ બનાવવું કારણ કે આ દેશ બીજીવાર ક્યારેય કોઇ અવ્યવસ્થામાં ના ફસાય. બીજુ અભિયાન છે આતંકવાદને રોકવાના પ્રયાસ. જે અંતર્ગત અમે અલકાયદા અને તેના સમર્થિત અન્ય સંગઠનોના અવશેષોની શોધ કરી શકીએ.

English summary
President Obama's decision to remove 34,000 American troops in Afghanistan by this time next year represents a careful balancing of political interests and military requirements.,
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X