OMG! છેલ્લા 40 વર્ષોથી આ મહિલા હસી નથી!
હા, એક દમ સાચુ વાંચ્યું આપે! આ બ્રિટિશ મહિલા છેલ્લા 40 વર્ષોથી એક વાર પણ હસી નથી, હસવું તો દૂરની વાત છે, ટેસ ક્રિશ્ચિયન નામની આ મહિલાએ જાણે કે હસવાનું શીખ્યું જ નથી. સામાન્ય રીતે મામલો ગંભીર લાગે છે. પરંતુ તેની પાછળનું કારણ આપ જાણશો તો આપ પણ હસ્યા વગર નહી રહી શકો!
આપ આશ્ચર્યની સાથે હસી પડશો કે આ મહિલા એટલા માટે 40 વર્ષથી નથી હસી કારણ કે તેના ચહેરા પર કરચલી ના પડી જાય! હા ટેસનું કહેવું છે કે તે 40 વર્ષોથી એટલા માટે નથી હસી કેમકે કે તેને તેના ચહેરા સાથે ઘણો પ્રેમ છે, અને જો તે હસસે તો તેના ચહેરા પર કરચલી પડી જશે. તેમણે જણાવ્યું કે તે ઘરડી નથી દેખાવા માંગતી. એટલા માટે ટેસે છેલ્લા ચાળીસ વર્ષોથી પોતાના ચહેરા પર એક જ ભાવ રાખ્યા છે.

આપને જાણીને આશ્ચર્ય થશે કે ટેસની એક પણ તસવીર હસતી નથી. ટેસ એ વાતથી ખુશ છે, તેનું કહેવું છે કે ભાવનાઓને કંટ્રોલમાં રાખવી ઘણી મુશ્કેલ હોય છે. પરંતુ તે ખુદને યુવાન રાખવા પણ જરૂરી છે, જેના માટે તે કંઇપણ કરવા માટે તૈયાર છે.
ટેસ જણાવે છે કે જ્યારે 50 વર્ષની ઉંમરમાં પણ લોકો તેમને 30 વર્ષના કહે છે તો તેમને ઘણો આનંદ થાય છે. આમતો ટેસની સ્ટોરી ખૂબ જ અજીબ છે. શું આપ પણ જુવાન દેખાવા માટે આપના હાસ્યને દાવ પર લગાવી શકો છો? લગભગ ના....












Click it and Unblock the Notifications
