લગ્નની ના કહેતા પ્રિયતમાએ મારી પ્રેમીને ગોળી

girl gun
લાહોર, 19 ઓક્ટોબર: પાકિસ્તાનમાં એક યુવતીએ પોતાના પ્રેમીને ગોળી મારીને પતાવી દીધો કારણ કે તેણે તેની પ્રિયતમા સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી.

પોલીસે જણાવ્યું કે લાહોરના સાંદ્રવા વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં કામ કરતી એક 20 વર્ષીય આસિયા પોતાના સહકર્મી 22 વર્ષીય મોહમ્મદ ફૈઝલ સાથે પ્રેમ કરતી હતી. બંનેનું અફેર એક વર્ષ સુધી ચાલ્યું, ત્યારબાદ ફૈઝલ તેને ટાળવા લાગ્યો.

આસિયાએ પોલીસને જણાવ્યું કે 'ફૈઝલે મારી સાથે લગ્ન કરવાનો વાયદો કર્યો હતો. પછી તે મારાથી દૂર જવા લાગ્યો, થોડા દિવસ પહેલા તેણે મને જણાવ્યું કે તે કોઇ બીજી યુવતી સાથે લગ્ન કરવાનો છે આ સાંભળીને હું મારા આપામાં ના રહી શકી' ગુરૂવારે આસિયાએ એક બંદૂકની સગવડ કરી લીધી અને ફૈઝલ અને તેના મિત્ર શકીરને ફેક્ટરીની બહાર બોલાવીને ગોળી મારી દીધી. ગોળીબારમાં બંને મિત્રોની સાથે એક રાહગીર પણ ઇજાગ્રસ્ત થઇ ગયો હતો.

આ ઘટનાને અંજામ આપ્યા બાદ આસિયાએ ભાગવાની કોશિશ કરી પરંતુ રાહગીરોએ તેને પકડીને પોલીસના હવાલે કરી દીધી. ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે ફૈઝલની હાલત ગંભીર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X