પાકિસ્તાનમાં 500 બાળકો HIV પૉઝીટીવ, ડોક્ટરે ઇરાદાપૂર્વક બનાવ્યા દર્દી
નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન માટે હવે એક મોટી ચુનોતી ઉભી થઇ ગઈ છે.
નાણાકીય કટોકટીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન માટે હવે એક મોટી ચુનોતી ઉભી થઇ ગઈ છે. અહીં HIV પૉઝીટીવ લોકોની સંખ્યા દરરોજ વધતી જઈ રહી છે. આ વાતની જાણકારી ત્યારે થઇ જ્યારે દક્ષિણ પાકિસ્તાનના લરકાનામાં એક મહિલાએ તેના બાળકને મામૂલી ખાંસી થવા પર ડૉક્ટર પાસે લઈ ગઈ. તે સમયે, તેને જાણ્યું કે નજીકના બાળકો પણ તાવ અને ખાંસીની સારવાર માટે અહીં આવી રહ્યા છે. જ્યારે તે બાળકોનું પરીક્ષણ કરવામાં આવ્યું, ત્યારે તેઓમાં એચઆયવી પૉઝીટીવ મળ્યું.

ખાંસી અને તાવથી પીડાતા બાળકો
લરકાના એક જિલ્લાની રહમાના બીબીએ 10 વર્ષીય પુત્ર અલી રજાને તાવ અને ખાંસી થવા પર ડૉક્ટર પાસે ચેકઅપ માટે લઇ ગઈ હતી. બીબી એક સ્થાનિક ડૉક્ટર પાસે ગઈ હતી જેમણે રજા માટે પેરાસિટામોલ સીરપ લખી આપી હતી. ડૉક્ટરએ બિબીને કહ્યું કે તેને ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ ત્યારે તે ડરી ગઈ હતી જ્યારે તેની આસપાસના ગામોના બાળકો શરૂઆતમાં તાવની સારવાર માટે અહીં આવ્યા હતા અને પાછળથી એચઆયવી પૉઝીટીવ મળ્યા. બીબી આ વિશે સાવચેત બન્યા અને રજાને લઈને બીજા હોસ્પિટલ ગયા. અહીં, ટેસ્ટ કર્યા પછી, તે જાણવા મળ્યું કે રજા તે 500 લોકોમાં છે જે એચઆયવી પૉઝીટીવ છે.

ડોક્ટર છે ગુનેગાર
સત્તાવાળાઓ કહે છે કે રજામાં પણ એ જ વાયરસ છે જે એઇડ્સનું કારણ બની શકે છે. પાકિસ્તાનમાં એક સ્થાનિક ડૉક્ટર જેને એડ્સ હતો, તેની ધરપકડ કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે આ ડૉક્ટર ઇરાદાપૂર્વક આ વાયરસથી દર્દીઓને સંક્રમિત કરી રહ્યો છે. બીબીએ ન્યુઝ એજન્સી એપીને કહ્યું કે ઘરના બધા લોકો પુત્રને એચઆયવી પૉઝીટીવ હોવાની વાત સાંભળ્યા પછી સદમામાં છે. બીબીનું માનીએ તો તેમની માટે સાંભળવું ખૂબ પીડાદાયક હતું કે તેમનો પુત્ર આટલી નાની ઉંમરમાં એચઆઇવી વાયરસના સંપર્કમાં આવી ગયો. તેમણે કહ્યું કે આખા કુટુંબનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર રજા એચઆયવી પૉઝીટીવ નીકળ્યો.

બાળકોની સંખ્યા વધુ
આ વાયરસ રોગપ્રતિકારક તંત્ર પર હુમલો કરીને કોઈપણ વ્યક્તિને નબળી બનાવે છે. સિંધ પ્રાંતમાં એડ્સ નિયંત્રણ કાર્યક્રમના વડા સિકંદર મેનનએ જણાવ્યું હતું કે અધિકારીઓએ લરકાનાનાં 13,800 લોકોની સ્ક્રીનિંગ કરી હતી. આમાંથી, 410 બાળકો અને 100 પુખ્ત વયના લોકો એચઆયવી પૉઝીટીવ મળી આવ્યા છે.

પાકિસ્તાનમાં એચઆયવીના 23,000 દર્દીઓ
અત્યાર સુધીમાં આરોગ્ય મંત્રાલયે 23,000 એચઆયવી કેસ રજીસ્ટર્ડ કર્યા છે. પાકિસ્તાનના આરોગ્ય અધિકારીઓનું કહેવું છે કે દેશમાં એચઆયવીના ફેલાવાનું મુખ્ય કારણ સ્ટરલાઇઝડ સિરીંજનો ઉપયોગ ન થવાનું છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, એચઆયવી લરકાનામાં ઝડપથી ફેલાયેલો છે કારણ કે અહીં એક સ્થાનિક ડૉક્ટર મુઝફ્ફર ઘનઘારો જે પોતે એઇડ્સનો મરીઝ છે, તેમણે એપ્રિલથી લોકોને તેનાથી સંક્રમિત કરવાનું શરુ કર્યું હતું. જ્યારે રજાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો, ત્યારે ઘનઘારોને આ મહિને કસ્ટડીમાં લઈ લીધો. પોલીસ હવે તપાસ કરી રહી છે કે તેને ઇરાદાપૂર્વક એચઆયવીના વાયરસનું સંક્રમણ લોકોને આપ્યું તો નથી ને. લરકાના ભૂતપૂર્વ પાકિસ્તાનના વડા પ્રધાન બેનઝિર ભુટ્ટોનું ઘર છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
