પાકિસ્તાન: કરાચી યુનિવર્સિટીમાં બોમ્બ વિસ્ફોટ, 3 ચીની નાગરિકો સહિત 4 લોકોના મોત
પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં મંગળવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બોમ્બ ધડાકામાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લ
પાકિસ્તાનની કરાચી યુનિવર્સિટીમાં મંગળવારે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બોમ્બ ધડાકામાં ત્રણ ચીની નાગરિકો સહિત ચાર લોકોના મોત થયા છે. આ વિસ્ફોટ યુનિવર્સિટીના કન્ફ્યુશિયસ ઈન્સ્ટિટ્યૂટ પાસે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ સમયે કારમાં ચીની લોકો હતા. બ્લાસ્ટ કોને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ચીનના એક શિક્ષકને નિશાન બનાવીને કરવામાં આવ્યો છે. આ વિસ્ફોટમાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે.

સિંધના આઈજી મુશ્તાક અહેમદ મહારે મૃત્યુઆંકની પુષ્ટિ કરી છે. સીએમ ઓફિસના હેન્ડઆઉટમાં અધિકારીના હવાલાથી કહેવામાં આવ્યું છે કે વિસ્ફોટ લગભગ 2:30 વાગ્યે એક વાનમાં થયો હતો. યુનિવર્સિટીના પ્રવક્તાએ પાછળથી પુષ્ટિ કરી કે પીડિતોમાંથી ત્રણ ચીની નાગરિકો હતા. તેમની ઓળખ કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર હુઆંગ ગુઇપિંગ, ડીંગ મુપેંગ, ચેન સા અને ડ્રાઇવર ખાલિદ તરીકે કરવામાં આવી હતી.
આ બોમ્બ બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં એક મહિલા યુનિવર્સિટીના ગેટ પર ઉભી જોવા મળે છે. ચીની નાગરિકોની વેન ગેટ પાસે આવી મહિલા પોતાની જાતને ઉડાવી દે છે. જે બાદ તે વેનમાં આગ લાગી હતી. વિસ્ફોટમાં માર્યા ગયેલી બે મહિલાઓ ચીનની નાગરિક હતી. માર્યા ગયેલા અન્ય બે લોકો વાનમાં ડ્રાઇવર અને સુરક્ષા ગાર્ડ હતા, જ્યારે વિસ્ફોટ સમયે વેનની નજીક રહેલા અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા.
ઉર્દુ-ભાષાના જંગ અખબારે અહેવાલ આપ્યો હતો કે વાન બે વિદેશી નાગરિકોને લાવી રહી હતી જેઓ કરાચી યુનિવર્સિટીની અંદરની IBA સંસ્થામાં ચીની ભાષા શીખવતા હતા. મોટરસાઇકલ પરની વાન પાછળ બે રેન્જર્સના કર્મચારીઓ હતા. બલૂચ લિબરેશન આર્મીના માજીદ બ્રિગેડે કરાચી યુનિવર્સિટીમાં કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ નજીક ચીની નાગરિકોને નિશાન બનાવીને કરેલા આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે. BLAના પ્રવક્તા જિઆંદ બલોચના જણાવ્યા અનુસાર, મહિલા આત્મઘાતી બોમ્બર, શારી બલોચ ઉર્ફે બ્રમશે આજે કરાચીમાં ચીનીઓ પર આત્મઘાતિ હુમલો કર્યો હતો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા









Click it and Unblock the Notifications
