For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનને આવી બુદ્ધિ, આતંકવાદ વિશે સ્વીકારી આ મોટી વાત

પાકિસ્તાનના વડાપ્રધાન શહનાઝ શરીફે ખેબર પખ્તૂનખ્વા પ્રાંતના લક્કી મરવતમાં એક પોલીસ વાન પર થયેલા હુમલાની નિંદા કરી હતી. આ સાથે શહનાઝ શરીફે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, આતંકવાદ પાકિસ્તાનની મુખ્ય સમસ્યાઓમાંથી એક બની ગઇ છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનના વડાપ્રધાન શહનાઝ શરીફે ખેબર પખ્તૂનખ્વા પ્રાંતના લક્કી મરવતમાં એક પોલીસ વાન પર થયેલા હુમલાની નિંદા કરી હતી. આ સાથે શહનાઝ શરીફે એ વાતનો સ્વીકાર કર્યો છે કે, આતંકવાદ પાકિસ્તાનની મુખ્ય સમસ્યાઓમાંથી એક બની ગઇ છે. પાકિસ્તાન તાલિબાનના એક રૂટિન પોલીસ પેટ્રોલિંગ વાન પર હુમલાની જવાબદારી સ્વીકારી છે. આ હુમલામાં 6 પોલીસકર્મીના મોત થયા છે. તહરીક એ તાલિબાન પાકિસ્તાનના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તેમણે ઘાત લગાવીને પોલીસ વેન પર હુમલો કર્યો હતો.

Pakistan

પાકિસ્તાનના વડાપ્રધાન શહનાઝ શરીફે આ વાત કહી

પાકિસ્તાનના વડાપ્રધાન શહનાઝ શરીફે આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. આ સાથે શરીફે જણાવ્યું હતું કે, આતંકવાદ પાકિસ્તાનની મોટી સમસ્યાઓમાંથી એક બની ગઇ છે. હવે આપણે કોઈ ભૂલ કરવાની જરૂર નથી. આપણા સશસ્ત્ર દળો અને પોલીસે આતંકવારના જોખમનો બહાદુરીપૂર્વક સામનો કર્યો છે. લક્કી મારવતમાં પોલીસ વાન પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરવા માટે કોઈ શબ્દો નથી. મારી સંવેદના અને પ્રાર્થના શોકગ્રસ્ત પરિવારો સાથે છે.

મુખ્ય સચિવ અને આઈજી પાસેથી માંગ્યો રિપોર્ટ

આ દરમિયાન પાકિસ્તાનના ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહે પણ લક્કી મારવતમાં પોલીસ કર્મચારીઓ પર હુમલાની નિંદા કરી હતી અને તેમણે મુખ્ય સચિવ અને આઈજી ખૈબર પખ્તૂનખ્વા પાસેથી ઘટના અંગે રિપોર્ટ માંગ્યો હતો.

મે મહિનાથી અમલમાં છે યુદ્ધવિરામ

ટીટીપી ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં વર્ષોથી સક્રિય છે. તે એક સમયે અફઘાનિસ્તાન-પાકિસ્તાનની સરહદની બંને બાજુના આતંકવાદીઓનો અડ્ડો હતો. અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બદલાયા બાદ ઈસ્લામાબાદ અને ટીટીપી વચ્ચે શાંતિ મંત્રણા શરૂ થઈ છે, પરંતુ હજૂ સુધી કોઈ પરિણામ આવ્યું નથી. આ વચ્ચે મે મહિનાથી યુદ્ધવિરામ અમલમાં છે.

English summary
Pakistan has accepted this big thing about terrorism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X