શું ભારત-અમેરિકાના ગાઢ સંબંધથી પાકિસ્તાનને પેટમાં દુખે? જાણો ખ્વાજા આસિફે શું જવાબ આપ્યો
ઈસ્લામાબાદઃ કંગાળ થવાના રસ્તે તેજ ગતિએ દોડી રહેલ પાકિસ્તાનના તેવર હવે ઢીલા પડવા લાગ્યા છે. પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે અમેરિકા દ્વારા ભારત સાથે ગાઢ સંબંધ કરવાથી ઈસ્લામાદને કોઈ સમસ્યા નથી, શરત એટલી જ કે તેનાથી પાકિસ્તાનને કોઈ નુકસાન ના થવું જોઈએ.

નોંધનીય છે કે પાકિસ્તાનની આ ટિપ્પણી અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડનના આમંત્રણ પર પીએમ નરેન્દ્ર મોદીની 20 જૂનની સત્તાવાર અમેરિકી યાત્રા પહેલાં આવી છે. આ યાત્રા દરમિયાન અમેરિકા અને ભારત વચ્ચે સ્વાસ્થ્ય, ટેક્નોલોજી, નવીકરણીય ઉર્જા, શિક્ષણ અને રક્ષા... આ પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ચર્ચા થશે.
પાકિસ્તાનના રક્ષામંત્રીએ ભારત દ્વારા અમેરિકા સાથેના સંબંધોને ગાઢ બનાવવા બાબતેના સવાલનો જવાબ આપતા ઉપરોક્ત વાતો કહી. આસિફે કહ્યું કે, મને નથી લાગતું કે અમેરિકા અને ભારતના સંબંધથી પાકિસ્તાનને કોઈ સમસ્યા હોય, જો તેનાથી પાકિસ્તાનને કંઈ નુકસાન નહીં થાય તો અમને કંઈ વાંધો નથી. વધુમાં તેમણે પાકિસ્તાન પાડોસીઓ અને ક્ષેત્રીય ભાગીદારીના સારા સંબંધ ઈચ્છતું હોવાની ઈચ્છા વ્યક્ત કરી.
રક્ષામંત્રી ધ્વાજાએ કહ્યું કે, ચીન સાથે અમારી સંયુક્ત સીમા છે, અફઘાનિસ્તાન, ઈરાન, ભારત સાથે અમારી સંયુક્ત સીમા છે. જો સંબંધ સારા ના હોય તો, અમે તેમની સાથે અમારા સંબંધ સારા બનાવવા માંગશું. અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. જો શાંતિ ના હોય તો અમે ક્યારેય અમારી અર્થવ્યવસ્થા સારી નહા બનાવી શકીએ.












Click it and Unblock the Notifications
