For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવાળિયું થવાથી બચવા પાકિસ્તાને કાગળની બંને તરફ લખવા જારી કર્યુ ફરમાન

પાકિસ્તાન દેવાળીયું થવાથી બચવા માટે રોજ પ્રયત્ન કરી રહ્યુ છે. પાકિસ્તાન સરકારે નવું ફરમાન જારી કર્યુ છે. જે મુજબ હવે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ કાગળની બંને તરફે લખશે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાન દેવાળીયું થવાથી બચવા માટે રોજ પ્રયત્ન કરી રહ્યુ છે. પાકિસ્તાન સરકારે નવું ફરમાન જારી કર્યુ છે. જે મુજબ હવે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ કાગળની બંને તરફે લખશે. સરકારનું માનવું છે કે તેનાથી સરકારની કાગળની ખરીદી ઘટશે અને પાકિસ્તાનની આર્થિક મુશ્કેલી ઓછી થશે. દેવાળિયા થવાથી બચવા માટે પાકિસ્તાન સરકારે અન્ય બીજા પગલાં પણ લીધા છે. પાકિસ્તાનની સરકારે આ વિશે ઓફિસમાં મેમોરેંડમ જારી કર્યો છે.

શું છે પાકિસ્તાનની સરકારનું ઓફિસ મેમોરેંડમ

શું છે પાકિસ્તાનની સરકારનું ઓફિસ મેમોરેંડમ

આર્થિક તંગીથી બહાર નીકળવા માટે ઈમરાન સરકારે કમર કસી લીધી છે. હવે ત્યાં એકે એક પૈસાનો હિસાબ રાખવાની કવાયત શરૂ કરી દેવાઈ છે. સરકારે આ માટે એક ઓફિસ મેમોરેંડમ જારી કર્યો છે. જે મુજબ સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને કહેવાયુ છે કે તેઓ કાગળ બચાવવા માટે પેપરની બંને બાજુ લખે. ઉપરાંત હવે કોઈ પણ ઓફિસર 1 થી વધુ ન્યુઝ પેપર ખરીદે નહિં. સરકારને લાગે છે કે તેમના આ પગલાંથી પાકિસ્તાનને આર્થિક તંગીમાંથી બચવામાં મદદ મળશે.

સરકારી નોકરીમાં ભરતી બંધ

સરકારી નોકરીમાં ભરતી બંધ

આર્થિક તંગીને કારણે પાકિસ્તાનમાં ગરીબી અને મોંઘવારી ચરમસીમાએ છે. છતાં સરકારે તમામ સરકારી નોકરીઓમાં ભરતી પર રોક લગાવી દીધી છે. તેનાથી સરકારની થોડી બચત થઈ જશે, પણ બેરોજગારી વધી જશે . સાથે જ ઓફિસરોને કહેવાયુ છે કે કોઈ નવી કાર ખરીદશે નહિં. જો અત્યંત જરૂરી જણાય તો તે મોટરસાયકલ ખરીદી શકે છે.

આઈએમએફની લોનની જરૂર

આઈએમએફની લોનની જરૂર

પાકિસ્તાને જ્યારે આઈએમએફથી લોન માંગી હતી ત્યારે તેમણે કહ્યુ કે પહેલા તેઓ કંઈ કરીને બતાવે. પાકિસ્તાની મિડિયા દ્વારા મળેલ જાણકારી અનુસાર પાકિસ્તાનની સરકારે હાલમાં જ કેટલાક પગલાં લીધા છે. જે આઈએમએફની શરતો અનુસાર જ છે. મળેલી માહિતી અનુસાર આઈએમએફએ પાકિસ્તાનને સરકારી ખર્ચમાં કરકસર કરવા કહ્યુ હતુ. પાકિસ્તાનનું દેવું વધતુ જઈ રહ્યુ છે, જેથી તેને આંતરરાષ્ટ્રીય કોષ(આઈએમએફ)થી દેવું લેવાની અત્યંત જરૂર છે.

આ નિર્ણયો તત્કાળ લાગુ

આ નિર્ણયો તત્કાળ લાગુ

પાકિસ્તાનની સરકારે સરકારી ખર્ચને ઘટાડવા માટે જે પગલાં લીધા છે તે તત્કાળ લાગુ કરી દેવાયા છે. ઉપરાંત પાકિસ્તાનની સરકાર ચા-પાણીને પણ સિમિત કરી ચૂકી છે. જરૂર જણાય ત્યારે જ ચા સાથે બિસ્કીટ લઈ શકાય છે. સરકારી આદેશ પ્રમાણે પ્રધાન એકાઉન્ટ ઓફિસરની જવાબદારી રહેશે કે આ આદેશોનો યોગ્ય અમલ થાય. તેમાં સરકારી બીલ, ગેસ અને ટેલીફોન બીલોમાં બને તેટલી ખેંચ કરવા કહ્યુ છે.

પાકિસ્તાન પાસે પોતાની જરૂરિયાત પૂરતા પેટ્રોલિયમ પદાર્થોને આયાત કરવાના પણ પૈસા નથી. આજ કારણે દુબઈ સરકાર પાસે પેટ્રોલિયમ પદાર્થોને ઉધાર પૂરાં પાડવા માટે કહ્યુ છે. ત્યાર બાદથી દુબઈથી ઉધારીમાં પેટ્રોલિયમ પદાર્થો આવી રહ્યા છે. મોંઘવારીથી પાકિસ્તાનની જનતા હેરાન છે. પાકિસ્તાન પાસે ડૉલરની અછત છે, જેનાથી ખાન-પાનની વસ્તુઓની આયાતમાં પણ ઘટાડો કરાઈ રહ્યો છે. આ પણ મોંધવારી વધવાનું એક કારણ છે.

આ પણ વાંચો: પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કાશ્મીરને ફેક વીડિયો શેર કર્યો, ટ્વિટરે નોટિસ પાઠવી

English summary
Pakistan issued to write on both sides of the paper to avoid bankruptcy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X