PM શરીફે હટાવ્યો પ્રતિબંધ, પાકિસ્તાનમાં આતંકીઓને મળશે ફાંસી
ઇસ્લામાબાદ, 18 ડિસેમ્બર: પાકિસ્તાનના પેશાવરમાં સેનાની શાળામાં થયેલા આતંકવાદી હુમલા બાદ વડાપ્રધાન નવાઝ શરીફે સખત વલણ દાખવતા આતંકવાદીઓને ફાંસીની સજા પર લાગેલા પ્રતિબંધને હટાવી દીધો છે. પેશાવરના આર્મી શાળામાં તહરીક-એ-તાલિબાનના આતંકવાદીઓ દ્વારા બાળકોની હત્યા બાદ નવાઝ શરીફે આતંકવાદના કેસોમાં ફાંસીની સજા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.

ત્યારબાદ નવાઝ શરીફે મંત્રીઓની કમિટી દ્વારા આતંકવાદીઓને ફાંસી પર પ્રતિબંધને હટાવવાના નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી દીધી છે. શરીફે જણાવ્યું કે હવે આતંકવાદીઓ સાથે કોઇ વાતચીત નહીં કરવામાં આવે.
નોંધનીય છે કે પાકિસ્તાનના પેશાવરમાં આર્મી શાળામાં તાલિબાનના આતંકવાદીઓએ શાળાના બાળકોને નિશાના લઇ શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરીને 132 બાળકો સહિત 141 લોકોને મોતને ઘાટ ઊતારી દીધા હતા. આ ઘટના બાદ આતંકવાદી સંગઠન તહેરીકે તાલિબાને જણાવ્યું હતું કે તેમને કોઇ અફસોસ નથી.












Click it and Unblock the Notifications
