પાકિસ્તાનના પીએમ ઈમરાન અંધવિશ્વાસની માયાજાળથી બચાવી રહ્યા છે ખુરશી!
કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવી શકવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તા ગમે ત્યારે છીનવાઈ શકે છે.
કાશ્મીરના મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ફેલાવી શકવામાં નિષ્ફળ રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની સત્તા ગમે ત્યારે છીનવાઈ શકે છે. આ વાતનો અંદાજ ઈમરાન ખાનને પણ છે. એક તરફ તેમના ગળા પર સૈન્યની લટકતી તલવારનો ડર છે, બીજી તરફ નિષ્ફળ વડાપ્રધાન બનવાની છબીએ ઈમરાનની ઉંઘ ઉડાડી દીધી છે. ચારો ખાને ચિત્ત થઈ ચૂકેલા પાકિસ્તાની વડાપ્રધાન કોઈ સાર્થક પગલું ઉઠાવવાના બદલે ધાર્મિક અંધવિશ્વાસનનો સહારો લઈને પીએમની ખુરશી બચાવવા પ્રયત્ન કરી રહ્યા છે. ઈમરાન ખાન 21મી સદીમાં કેવી વાહિયાત વાતોમાં પડીને મૂર્ખતા કરી રહ્યા છે. જાણો નીચે.

બુશરા પાસે બે જિન છે
તમને જણાવી દઈએ કે પીએમ ઈમરાન ખાન વડાપ્રધાન બનતા પહેલા પોતાની ત્રીજી પત્ની બુશરાને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે ઈમરાન વડાપ્રધાન પણ બુશરા બીબીને કારણે જ બન્યા છે, અને હવે ખુરશી બચાવવા માટે ઈમરાન ખાન તેનો જ સહારો લઈ રહ્યા છે. બુશરા મેનકા ઈમરાનની ત્રીજી પત્ની છે. બુશરા તંત્ર વિદ્યામાં માહેર છે અને તેની પાસે ઘણઈ શક્તિઓ છે. લોકોનું માનવું છે કે બુશરા પાસે બે જિન છે, જેનો ઉપયોગ તે જુદા જુદા કામ માટે કરે છે. એટલું જ નહીં ક્યારેક ક્યારેક ઈમરાન ખાન પર એવો આરોપ પણ લાગે છે કે પાકિસ્તાન પર ઈમરાન નહીં પરંતુ ત્રીજી પત્ની બુશરા બીબીની સરકાર ચાલે છએ. તમને જણાવી દઈએ કે લોકો માને છે કે ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા મેનકાનો મોટા ભાગનો સમય ખુદાની ઈબાદતમાં વીતે છે. એવી પણ માન્યતા છે કે ઈમરાન ખાને બુશરાના તંત્ર મંત્રથી પ્રભાવિત થઈને જ તેની સાથે લગ્ન કર્યા છે.

બુશરા તંત્ર મંત્રનો સહારો લેતી હતી
ઈમરાન ખાન જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા હતા, ત્યારે પણ પાકિસ્તની મીડિયામાં ચર્ચા હતી કે તેમને અહીં સુધી પહોંચાડવા માટે બુશરા તંત્ર મંત્રનો સહારો લેતી હતી. ખુદ ઈમરાન ખાન પણ પત્રકારો સાથેની વાતચીતમાં સ્વીકાર કરી ચૂક્યા છે કે બુશરા પાસે કોઈ અદ્રશ્ય તાકાત છે, એટલે જ તે બુરખામાં રહે છએ. બુશરા મેનકા પાકિસ્તાનમાં પિંક જાદુગરની તરીકે પણ પ્રખ્યાત છે. ટીવી ન્યૂઝ ચેનલ પર એક ઈન્ટરવ્યુ દરમિયાન પાકિસ્તાની સરકાર અને તેમના સૈન્ય પર આરોપ લગાવતા રહેતા લેખક તારેક ફતેહે દાવો કર્યો હતો કે પાકિસ્તાની સૈન્યએ ઈમરાન ખાન બેડરુમ સુધી પહોંચ ઉભી કરી છે. તેમણએ કહ્યું કે જ્યાં સુધઈ પાકિસ્તાનમાં સૈન્યનું રાજ છે, ત્યાં સુધી આ દેશને કોઈ નહીં બદલી શકે, ઈમરાન પણ નહીં. ઈમરાનના હાથમાં કશઉં નથી. તેમણે કહ્યું કે જ્યાં સુધી બધુ સૈન્યના હાથમાં છે, ત્યાં સુધઈ ઈમરાન શું કરી શકે છે ? તારેક ફતેહના કહેવા પ્રમાણે જો ઈમરાન ખાને સૈન્યનો બોલ ઉથાપવાની હિંમત કરી તો સૈન્ય તેમને તગેડી મૂકશે.

બુશરા બીબીનો ચહેરો અરીસામાં નથી દેખાતો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ આપ્યા બાદ પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન જુદી જુદી બાબતો માટે ચર્ચામાં રહ્યા છે. હવે અચાનક ઈમરાન ખાનની ત્રીજી પત્ની બુશરા બીબીની મીડિયામાં ચર્ચા શરૂ થઈ છે. ચર્ચાએ વી છે કે પાકિસ્તાનના ખાતૂન એ અવ્વલ (પ્રથમ મહિલા) ઈમરાનના પત્ની બુશરાની તસવીર અરીસામાં નથી દેખાતી. આવો દાવો થઈ રહ્યા છે. આ અંગે નિષ્ણાતો માની રહ્ય છે કે પાકિસ્તાની વડાપ્રધાનની ખુરશી બચાવવા માટેનું આ ષડયંત્ર છે. તેઓ ધાર્મિક અંધવિશ્વાસ ફેલાવીને પોતાની નિષ્ફળતા છુપાવવા માગે છે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની પત્રકાર આતિશ તાસીરે એક મેગેઝિનમાં દાવો કર્યો હતો કે બુશરા બીબી પાસે જિન છે, જે તેના ઈશારે કામ કરે છે. તો પાકિસાતની પીએમઓના સ્ટાફ પ્રમાણે પીએમ ઈમરાન ખાનની પત્ની બુશરાનો ચહેરો અરીસામાં નથી દેખાતો. રિપોર્ટ્સ પ્રમાણે એક પાકિસ્તાની ટીવી ચેનલે પીએમઓના કર્મચારીના હવાલાથી આ દાવો કર્યો છે. પરંતુ આ દાવો બોગસ સાબિત થયો છે. ઈમરાનની પત્ની અંગેના આ દાવા બાદ સોશિયલ મીડિયામાં હોબાળો મચ્યો હતો. ઈમરાને ફેબ્રુઆરી 2018માં બુશરા માનેકા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. કોઈ તેને ધાર્મિક અંધવિશ્વાસ ગણાવી રહ્યા છે તો કોઈનું કહેવું છે કે ઈરમાનની પત્ની બુશરા પાસે રુહાની અને કરામતી તાકાત છે. જો કે આ મામલે વિવાદ થયા બાદ ચેનલે આ સમાચાર હટાવી દીધા હતા, પરંતુ ત્યાં સુધીમાં સોશિયલ મીડિયા પર આ સમાચાર ફેલાઈ ગયા.

અમેરિકા જતા પહેલા બીબી સાથે મક્કા જઈ કર્યા હતા ઉમરા
એટલું જ નહીં ન્યૂયોર્કમાં યુએનના 74મા સત્રમાં ભાગ લેતા પહેલા ઈમરાન ખાને બુશરા મેનકાના કહેવા પર જ સાઉદી અરબની મુલાકાત લીધી હતી. અહીં બુશરા પણ તેમની સાથે હતી. બુશરાના કહેવા પર જ ઈમરાન અમેરિકા જતા પહેલા મક્કામાં હજ પઢવા ગયા હતા. ઈમરાને પત્ની બુશરા સાથે ઉમરા પણ કર્યા હતા. આ દરમિયાન બુશરા માથાથી લઈ પગ સુધી બુરખામાં હતી. બુશરા કદાચ પાકિસ્તાનના કોઈ પણ વડાપ્રધાનની પહેલી પત્ની હતી, જે પગથી માથા સુધી ઢંકાયેલી રહેતી હતી. બાદમાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન પોતાના ખાસ વિમાનથી ન્યૂયોર્ક પહોંચ્યા.

ટ્રમ્પનું મગજ બદલવા માટે ઈમરાન ખાને કર્યો કાળો જાદુ
પાછલા કેટલાક દિવસોથી મીડિયામાં એવી ચર્ચા હતી કે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને ડોનાલ્ડ ટ્રમ્પનું મગજ બદલવા માટે જાદુ ટોણાનો સહારો લીધો હતો. આવું ઈમરાને ત્રીજી પત્ની બુશરા મેનકાના કહેવા પર કર્યું હતું. ન્યૂઝ ચેનલો પર બતાવાયેલી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈમારના માળા ફેરવતા દેખાયા હતા.
પાકિસ્તાન મીડિયામાં બતાવાયેલા સમાચારો માનીએ તો આ માળા દ્વારા તે કોઈ મંત્ર જાપ કરી રહ્યા હતા, જેથી ટ્રમ્પનું મગજ બદલી શકે અ ટ્રમ્પ પાકિસ્તાનની તરફેણમાં બોલે. ટ્રમ્પ અને ઈમરાનની મુલાકાતનો વીડિયો જો તમે ધ્યાનથી જોશો તો દેખાશે કે ઈમરાન ખાન ખરેખર માળા ફેરવી રહ્યા હતા. ત્યારે સવાલ ઉઠવા યોગ્ય છે કે આટલા મહત્વના કામ દરમિયાન કોઈ દેશનો અધ્યક્ષ માળા કેમ ફેરવશે?
આ પણ વાંચો: ચીનમાં ઈસ્લામ છોડવા માટે મુસ્લિમોને અપાય છે ક્રૂર યાતના
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
