પાકિસ્તાનમાં ભૂકંપ, સમુદ્રમાં બન્યો ટાપુ
ઇસ્લામાબાદ, 25 સપ્ટેમ્બરઃ પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે ભારે જાન-માલને નુક્સાનના સમચારો આવી રહ્યાં છે. 7.7 તીવ્રતાના આ ભૂકંપથી બલુચિસ્તાનના અવારાન જિલ્લામાં 80 લોકોના મોત અને 80 લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. આ વિસ્તારમાં અંદાજે 30 ટકા લોકોના ઘર બરબાદ થઇ ગયા છે. મૃતકોની સંખ્યા વધી શકે છે.
આ વચ્ચે એવા સમાચાર પણ મળી રહ્યાં છે કે, પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલા જોરદાર ભૂકંપથી સર્જાયેલી ભારે બરબાદી વચ્ચે પાકિસ્તાનના ગ્વાદર તટ પર એક રસપ્રદ ઘટના ઘટી છે. ભૂકંપ બાદ ગ્વાદર તટથી 350 ફૂટ દૂર સમુદ્ર વચ્ચે એક ટાપુ બહાર આવ્યો છે. ટાપુનું ક્ષેત્રફળ અદાંજે 40 સ્ક્વેર ફૂટ બતાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની ટીવી ચેનલો પર સમુદ્ર વચ્ચે ઉભરી આવેલા આ ટાપુની તસવીરો દર્શાવવામાં આવી રહી છે. ગ્વાદરના ડીઆઇજી અનુસાર આ ટાપુ તટતી અંદાજે 350 ફૂટ દૂર પર અચાનક ઉભરી આવ્યો છે.













Click it and Unblock the Notifications
