For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન 51 ભારતીય માછીમારોને મૂક્ત કરશે

|
Google Oneindia Gujarati News

pakistan
ઇસ્લામાબાદ, 17 મે : પાકિસ્તાનના કાર્યકારી પ્રધાનમંત્રી મીર હજાર ખાન ખોસોએ 51 ભારતીય માછીમારોને માનવીય આધાર પર મૂક્ત કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી કાર્યાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી. કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જે કેદીયોને મૂક્ત કરવાના છે તેઓ પોતાની સજા પૂરી કરી ચૂક્યા છે.

સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી છે કે ભારત પણ આ પગલાનો સકારાત્મક જવાબ આપશે અને ભારતીય જેલમાં સજા પૂરી કરી ચૂકેલા પાકિસ્તાની કેદીઓને મૂક્ત કરશે. પાકિસ્તાન અને ભારત માછીમાર કરનારાઓ દ્વારા જ્યારે સમુદ્રી સીમા ઓળગી લેવાય છે તો તેઓ તેમની ધરપકડ કરી લે છે.

ઘણા પ્રકારની વાર્તાઓ અનુસાર બંને દેશ પોતાની સમુદ્રી સીમાનું નિર્ધારણ કરી શક્યા નથી. વર્તમાનમાં પાકિસ્તાનની જેલોમાં 482 ભારતીય કેદી બંધક છે અને ભારતીય જેલોમાં 496 પાકિસ્તાની કેદી બંદ છે. હાલમાં જ હું બંને દેશોમાં કેદીઓ પર જીવલેણ હુમલો અને બાદમાં ઘાયલ કેદીયોની મોત બાદ તણાવ પેદા થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પાકિસ્તાની જેલમાં બંધ ભારતીય સરબજીત સિંઘ પર જીવલેણ હુમલો કેટલાક કેદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેનું મોત થઇ ગયું હતું. એ પછી ભારતમાં કાશ્મીરની જેલમાં બંધ એક પાકિસ્તાની કેદી પર હુમલો થયો અને સારવાર બાદ તેનું પણ મોત થઇ ગયું હતું. આવી ઘટનાઓના પગલે પાકિસ્તાને આ હકારાત્મક પગલું ભર્યું છે.

English summary
Pakistan today announced it would free 51 Indian fishermen who had completed their prison terms as a gesture of goodwill.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X