પાકિસ્તાને પણ ગુસ્સામાં આવી જાહેર કર્યો વીડિયો, પણ સપડાયું સવાલમાં

Posted By:
Subscribe to Oneindia News

ભારતીય સેનાની કાર્યવાહી પછી પાકિસ્તાન ગુસ્સામાં લાલગુમ થઇ ગયું છે. પહેલા તો તેણે ભારતીય સેનાની આ કાર્યવાહીને નકારી દીધી અને પછી મોડી રાતે પાકિસ્તાની સેનાએ એક વીડિયો જાહેર કરીને નૌશેરામાં કાર્યવાહી કરી હોવાનો દાવો કર્યો છે. જો કે મજાની વાત એ છે કે પાકિસ્તાનના આ દાવાની પોલ તેનો જ આ વીડિયો ખોલી રહ્યો છે. વીડિયોમાં અનેક જગ્યાએ કાપકૂપ કરવામાં આવી છે. જે આ વીડિયોની વિશ્વાસનીયતા પર સવાલ ઊભો કરે છે.
વીડિયો દ્વારા પાકિસ્તાને દાવો કર્યો છે કે પાકિસ્તાની સેનાએ 13 મેના રોજ ભારતીય ચોકીઓને નિશાને બનાવી હતી. જો કે 13 મેના રોજ આવી કોઇ કાર્યવાહી થઇ જ નહતી.

video

આ પહેલા ભારતીય સેનાએ એક વીડિયો જાહેર કરી દેશને જણાવ્યું હતું કે તેણે પીઓકેમાં આંતકીઓને ધૂસણખોરી માટે મદદ કરતી પાકિસ્તાની સેનાની ચોકી પર કાર્યવાહી કરી હતી. મેજર જનરલ અશોક નરુલાએ આ અંગે મંગળવારે જાણકારી આપી હતી. અને તેના પુરાવા માટે એક વીડિયો પણ જાહેર કર્યો હતો. અને તેમણે તેવા દાવો કર્યો હતો કે પાકિસ્તાનની આ ચોકી ચાર ધૂસણખોરોને મદદ પહોંચાડી રહી છે. જે બાદ પાક. સેનાએ આ વીડિયો જાહેર કર્યો છે.

English summary
Pakistan releases a video on attack of Indian premises, many and more question on video authenticity.
Please Wait while comments are loading...