પાક.માં પૂર્વ પીએમ રજા ગિલાનીના પુત્રનું ફિલ્મી ઢબે અપહરણ

પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી યુસુફ રજા ગિલાનીના પુત્ર અલી હૈદર ગિલાનીનું કેટલાંક હથિયારબદ્ધ લોકો આવ્યા અને તેમણે અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે મુલ્તાનમાં એક રેલી દરમિયાન અલી હૈદરનું અપહરણ કરવામાં આવ્યું હતું.
પ્રત્યક્ષ દર્શીઓએ પત્રકારોને જણાવ્યું કે 'રેલી ચાલી હતી ત્યારે કેટલાંક લોકો હાથમાં બંદૂકો સાથે આવ્યા અને ફાયરિંગ કરવા લાગ્યા. આ ફાયરિંગમાં અલી હૈદર પણ ઘાયલ થઇને નીચે પડી ગયો અને તે લોકો તેને ગાડીમાં નાખીને લઇ ગયા.'
પૂર્વ પ્રધાનમંત્રીના પુત્રનું અપહરણ કોણે કર્યું અને શા માટે કર્યું તે અંગે પોલીસને કોઇ જાણકારી મળી નથી. તેમજ કોઇ આતંકવાદી સંગઠને પણ આની જવાબદારી સ્વીકારી નથી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
