પાક. તાલીબાનની ધમકીઃ મલાલાને મરવું પડશે

આ વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાં તાલિબાન દ્વારા 14 વર્ષની પાકિસ્તાની તરૂણી મલાલા પર કરવામાં આવેલા હુમલાને નિંદનીય અને દુઃખદ ગણાવ્યો હતો. આ પહેલા હિલેરી ક્લિન્ટને મલાલાની પ્રસંશા કરતા કહ્યું કે તે પાકિસ્તાનમાં પોતાના વિસ્તારમાં હિંમત સાથે યુવતીઓના અધિકાર માટે અવાજ ઉઠાવતી આી છે. મને લાગે છે કે આપણે મલાલા જેવી સાહસી યવા મહિલાઓની મદદ કરવા માટે પ્રયત્નો કરવા જોઇએ.
પાકિસ્તાનમાં મલાલા યુસુફજાઇ પર ગોળી ચલાવનારા અંગે જાણકારી આપનારાને એક કરોડ પાકિસ્તાની રૂપિયા ઇનામ તરીકે આપવામાં આવશે.
નોંધનીય છે કે, તાલીબાની દ્વારા મલાલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. મલાલાને વાગેલી ગોળી ડોક્ટરો દ્વારા સફળતાંપૂર્વક બહાર કાઢી નાંખવામાં આવી છે.












Click it and Unblock the Notifications
