પાકિસ્તાને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી
ભારત અને પાકિસ્તાનના સંબંધ હંમેશાથી જ કડવા રહ્યા છે. પાકિસ્તાને ફરી એકવાર ભારતને પરમાણુ હુમલો કરવાની ધમકી આપી છે. પાકિસ્તાનના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે કહ્યું કે અસ્તીત્વ પર ખતરો જણાશે તો પરમાણુ હુમલો કરશું.
ઉપરાંત તેણે હતું કે વાતચીત દ્વારા જ કાશ્મીર મુદ્દાનો ઉકેલ આવી શકે તેમ છે. ભારત-પાકિસ્તાન સંબંધોમાં કાશ્મીર વિનાની વાતચીતનો કોઈ જ અર્થ નથી.

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી કાશ્મીરનું રટણ કરી રહ્યું છે. જયારે જવાબમાં ભારત કહતું રહ્યું છે કે પહેલા બલુચિસ્તાનને પોતાના કાબુમાં રાખો પછી કાશ્મીરની વાત કરજો.
આમ પણ પાકિસ્તાનની સીમા પારની ઘુષણખોરી ખુબ જ વધી રહી છે. એટલું જ નહિ પરંતુ જોવા જઈએ તો દિવસેને દિવસે પાકિસ્તાનની સીમા પારની ઘુષણખોરીમાં વધારો પણ થઇ રહ્યો છે.












Click it and Unblock the Notifications
