ભારત સાથે તણાવ વચ્ચે આજે પાકિસ્તાન કરી રહ્યુ છે બેલિસ્ટિક મિસાઈલનું પરીક્ષણ, જાણો તેના વિશે બધુ

પાકિસ્તાન ગુરુવારે બેલિસ્ટિક મિસાઈલનુ પરીક્ષણ કરવા જઈ રહ્યુ છે. પાકિસ્તાન આ મિસાઈલનુ પરીક્ષણ એવા સમયે કરી રહ્યુ છે જ્યારે ભારત સાથે તેના સંબંધ હદથી વધુ તણાવપૂર્ણ થઈ ગયા છે.

પાકિસ્તાન ગુરુવારે બેલિસ્ટિક મિસાઈલનુ પરીક્ષણ કરવા જઈ રહ્યુ છે. પાકિસ્તાન આ મિસાઈલનુ પરીક્ષણ એવા સમયે કરી રહ્યુ છે જ્યારે ભારત સાથે તેના સંબંધ હદથી વધુ તણાવપૂર્ણ થઈ ગયા છે અને પ્રધાનમંત્રી ઈમરાન ખાન તરફથી ભારતને પરમાણુ હુમલાની ધમકી પણ આપવામાં આવી ચૂકી છે. ઈમરાને આ પરીક્ષણ તરફ ઈશારો થોડા દિવસ પહેલા કર્યો હતો. ત્યારબાદ 26 ઓગસ્ટના રોજ જ્યારે તેમણે દેશની જનતાને સંબોધિત કરી હતી ત્યારે પણ તેમણે ફરીથી એક પરમાણુ હથિયારના પરીક્ષણની વાત કરી હતી.

300 કિલોમીટરની રેન્જવાળી ગઝનવી મિસાઈલ

300 કિલોમીટરની રેન્જવાળી ગઝનવી મિસાઈલ

અંગ્રેજી વર્તમાનપત્ર હિંદુસ્તાન ટાઈમ્સના વિશેષજ્ઞો અને મિસાઈલ વૈજ્ઞાનિકોના હવાલાથી જણાવાયુ છે કે જમીનથી જમીન પર મારી શકનારી આ બેલેસ્ટિક મિસાઈલ ગઝનવી હોઈ શકે છે. આની રેન્જ 300 કિલોમીટર છે અને મિસાઈલને કમાંડ પોસ્ટ 59 અને સાઈટ 888 સોનમિયાની ફ્લાઈટ ટેસ્ટ રેન્જથી લૉન્ચ કરવામાં આવશે. સોનમિયાની બલૂચિસ્તાનમાં છે. મિસાઈલનો સિંધમાં સ્થિત નેશનલ ડેવલપમેન્ટ કૉમ્પ્લેક્સ (એનડીસી) ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન તરફથી ગોશ પિયારો અને નૂરીબાદમાં ટ્રેક કરવામાં આવશે. આ જગ્યા રેન્જથી 222 કિલોમીટરના અંતરે છે. એનડીસી પાકિસ્તાનનું મિસાઈલ ડેવલપર હેડક્વાર્ટર છે જે પંજાબના ફતેહગંજમાં સ્થિત છે.

કરાંચી એરસ્પેસ બંધ

કરાંચી એરસ્પેસ બંધ

આ મિસાઈલ ટેસ્ટને જોતા પાકિસ્તાને કરાંચીના એરસ્પેસને 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી માટે બંધ કરી દીધુ છે. પાકની સિવિલ એવિએશન ઑથોરિટી (સીએએ) તરફથી નોટિસ ટુ એરમેન (નોટેમ) અને નેવી તરફથી વૉર્નિંગ જારી કરવામાં આવી હતી. નોટેમમાં કરાંચી એરસ્પેસના ત્રણ રૂટ્સને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને ત્રણ રસ્તાથી બચવા માટે કહેવામાં આવ્યુ છે. જો કે શરૂઆતમાં સીએએ તરફથી એ નહોતુ જણાવવામાં આવ્યુ કે એરસ્પેસ કેમ બંધ કરવામાં આવી રહ્યુ છે. સોનમિયાના ફ્લાઈટ ટેસ્ટ રેન્જની અપર સિલિંગ લગભગ 26,000 ફૂટની છે. નેવી તરફથી જારી કરવામાં આવેલ વૉર્નિંગમાં બધા જહાજોને આ જગ્યાથી દૂર રહેવા અને દરિયાને સાફ રાખવા માટે કહેવામાં આવ્યુ છે જેથી કોઈ દૂર્ઘટના ન બની શકે.

ભારતને આપવામાં આવી માહિતી

ભારતને આપવામાં આવી માહિતી

માહિતી મુજબ પાક સરકાર તરફથી ભારતને આ પરીક્ષણ વિશે 26 ઓગસ્ટના રોજ માહિતી આપવામાં આવી હતી. પાક સરકાર તરફથી શેર કરવામાં આવેલી માહિતીમાં જણાવવામાં આવ્યુ હતુ કે સિંધમાં એક ટેસ્ટ થવાનો છે. પાકે ભારતને મિસાઈલ ટેસ્ટની સૂચના વર્ષ 2005માં બંને દેશો વચ્ચે વિશ્વાસ જાળવી રાખવા માટે કરવામાં આવેલા ઉપાયોની જોગવાઈ હેઠળ આપી. આ પ્રક્રિયા હેઠળ ત્રણ દિવસ પહેલા કોઈ મિસાઈલ ટેસ્ટ વિશે પડોશી દેશને માહિતી આપવાની હોય છે. ભારત સરકાર સાથે જોડાયેલા રાજદ્વારી સૂત્રોની માનીએ તો પાકિસ્તાન આ ટેસ્ટ જાણીજોઈને કરી રહ્યુ છે જેથી આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન તેની તરફ જઈ શકે. સાથે તે એ પણ સંદેશ આપવા ઈચ્છે છે કે જો કાશ્મીર મુદ્દે કોઈ સમાધાન ન થયુ તો પછી પરમાણુ સંઘર્ષની સંભાવનાથી ઈનકાર નહી કરી શકાય.

આતંકી તત્વોને ખુશ કરવાની એક કોશિશ

આતંકી તત્વોને ખુશ કરવાની એક કોશિશ

આ પરીક્ષણનો હેતુ પાકિસ્તાનમાં હાજર આતંકી તત્વોને ખુશ કરવાનો પણ છે. ગઝનવી એક ઓછી રેન્જવાળી મિસાઈલ માનવામાં આવે છે. ગોશ પિયારો અને નૂરીબાદ બંને જ કરાંચીની નજીક છે. વળી, સોનમિયાની રૉકેટ લૉન્ચ ફેસિલિટને પાકની અંતરિક્ષ સંસ્થા સ્પેસ એન્ડ અપર એટમૉસફિયર રિસર્ચ કમિશન તરફથી ઑપરેટ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X