પાકિસ્તાની એરલાઈન્સનું ક્રૂ મેમ્બર્સને અજીબોગરીબ ફરમાન, ઢંગના અંડરગારમેન્ટ પહેરી આવવા કહ્યું!

પાકિસ્તાન પહેલેથી જ તેની વિચિત્ર હરકતો માટે જાણીતું છે. હવે કંઈક આવી જ વાત સામે આવી છે. હકિકત કંઈક એવી છે કે પાકિસ્તાનની એક એરલાઈન દ્વારા એરહોસ્ટેસ અને પાઈલટ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.

ઈસ્લામાબાદ : પાકિસ્તાન પહેલેથી જ તેની વિચિત્ર હરકતો માટે જાણીતું છે. હવે કંઈક આવી જ વાત સામે આવી છે. હકિકત કંઈક એવી છે કે પાકિસ્તાનની એક એરલાઈન દ્વારા એરહોસ્ટેસ અને પાઈલટ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકાએ નવા વિવાદને જન્મ આપ્યો છે.

પાકિસ્તાની એરલાઈન્સનો અજીબોગરીબ આદેશ

પાકિસ્તાની એરલાઈન્સનો અજીબોગરીબ આદેશ

આ માર્ગદર્શિકા અનુસાર, પાકિસ્તાની એરલાઈન્સના એરહોસ્ટેસ, પાઈલટ સહિતના ક્રૂ મેમ્બર્સને તેમના કપડાનું ખાસ ધ્યાન રાખવા રહેવામાં આવ્યુ છે. સૌથી મોટી વાત એ છે કે આદેશમાં ઢંગના અંડરગારમેન્ટ પહેરવા કહેવામાં આવ્યું છે.

ઢંગના અંડરગારમેન્ટ પહેરવા કહ્યું

ઢંગના અંડરગારમેન્ટ પહેરવા કહ્યું

આ માર્ગદર્શિકા અનુસાર, પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સે કેબિન ક્રૂ મેમ્બરને એક માર્ગદર્શિકા જારી કરી છે. આ માર્ગદર્શિકામાં યોગ્ય અન્ડરગાર્મેન્ટ અને ઢંગના કપડા પહેરવાની સૂચના અરપઈ છે. વાત કંઈક એવી છે કે, કેબિન ક્રૂની ખરાબ ડ્રેસિંગ સેન્સ ખરાબ છાપ છોડી રહી છે અને એરલાઇન્સની છબી બગડી રહી છે. જિયો ટીવીના અહેવાલ અનુસાર, પાકિસ્તાની એરલાઈન્સનો આ ઓર્ડર વિચિત્ર છે અને કેબિન ક્રૂના અંડરગારમેન્ટ પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું છે.

એરલાઇન્સએ આ આદેશ કેમ જાહેર કર્યો?

એરલાઇન્સએ આ આદેશ કેમ જાહેર કર્યો?

જિયો ટીવી અનુસાર, પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના આ આદેશમાં ક્રૂ મેમ્બર માટે ગાઈડલાઈન જારી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, અમે નોંધ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે કે કેટલાક કેબિન ક્રૂ મેમ્બર્સ તેમના ડ્રેસ વિશે સભાન નથી. મુસાફરી કરતી વખતે તેમના ડ્રેસ યોગ્ય સ્થિતિમાં રાખતા નથી. હોટલમાં અથવા વિવિધ પ્રવાસ દરમિયાન ક્રૂ મેમ્બર્સ જે કપડાં પહેરે છે તેની ડ્રેસિંગ સેન્સ ખૂબ જ ખરાબ છાપ છોડે છે, જે મુસાફરોને પ્રભાવિત કરે છે. એનાથી એરલાઈન્સની છબી ખરાબ થાય છે.

આવા વસ્ત્રો પહેરવા સૂચના

આવા વસ્ત્રો પહેરવા સૂચના

આ આદેશ અનુસાર, કેબિન ક્રૂને યોગ્ય અન્ડરગાર્મેન્ટ પહેરવાની સલાહ આપવામાં આવે છે. ક્રૂ મેમ્બરને સાદા રંગના ફોર્મલ પેન્ટ પહેરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે મેમોમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઈટમાંથી ઉતર્યા પછી પણ ક્રૂ મેમ્બરોએ એવા કપડા પહેરવા જોઈએ, જે પાકિસ્તાનની સંસ્કૃતિ અને પાકિસ્તાનની રાષ્ટ્રીય નૈતિકતા દર્શાવે. પાકિસ્તાનના ઉડ્ડયન અને રેલ મંત્રી ખ્વાજા સાદ રફીકે ભૂતકાળમાં પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, જેમાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને સેવાની સ્થિતિ સુધારવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે મંત્રીએ PIA અધિકારીઓને કહ્યું કે ફ્લાઇટની અંદર મુસાફરોના મનોરંજન માટે પણ વ્યવસ્થા કરવામાં આવે, જેથી મુસાફરોને લાંબા અંતરની ફ્લાઇટમાં પણ મનોરંજન મળી શકે.

કેબિન ક્રૂનો વિરોધ

કેબિન ક્રૂનો વિરોધ

રિપોર્ટ અનુસાર, મંત્રી સાથેની મુલાકાત બાદ PIAએ તેના કર્મચારીઓના કામના કલાકો વધારી દીધા હતા, જેનો ક્રૂ મેમ્બર વિરોધ કરી રહ્યા છે. ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશને હાલમાં જ પીઆઇએના સીઇઓ અમીર હયાતને આ મામલે એક પત્ર લખ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાની ક્રૂ મેમ્બર્સને પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નિયમો અનુસાર કામના કલાકો હોવા જોઈએ, કારણ કે તે તેની અસર આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પણ પડશે.

એરલાઇન્સનો વિવાદો સાથે જૂનો નાતો છે

એરલાઇન્સનો વિવાદો સાથે જૂનો નાતો છે

પાકિસ્તાન એરલાઈન્સ અવારનવાર વિવાદોમાં રહે છે. ભૂતકાળમાં એક પાકિસ્તાની પેસેન્જરે પ્લેનની બારી તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ પેસેન્જર પેશાવરથી દુબઈ જઈ રહ્યો હતો અને આ દરમિયાન તેણે ફ્લાઈટની બારી તોડવાનો પ્રયાસ કર્યો. પાકિસ્તાની મીડિયા અનુસાર, પ્લેનમાં આ મુસાફરને નમાઝ પઢતા અટકાવવામાં આવ્યો હતો, ત્યારબાદ તેણે ફ્લાઈટની બારી તોડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X