નરેન્દ્ર મોદી, રાખી સાવંત છે તો પાકિસ્તાન પોર્ન સ્ટાર છે: પાક. મીડિયા
કહેવાય છે કે જંગલનો રાજા સિંહ ભલે તેની ગર્જના કરે પણ શિયાળનો પોતાનો જ સૂર હોય છે. કંઇક આવો જ હાલ હાલ પાકિસ્તાનનો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં અમેરિકાની યાત્રા દ્વારા ભારત જ નહીં વિદેશ મીડિયામાં પણ છવાઇ ગયા છે ત્યાં જ પાકિસ્તાનના વડાપ્રધાનને કોઇ પૂછતું પણ નહતું. એટલું જ નહીં ખુદ પાકિસ્તાનની મીડિયા પણ મોદીની વખાણ કરી રહ્યું છે.
ત્યારે કવરેજના ચક્કરમાં પાકિસ્તાન મીડિયા પોતાનું મગજ દોડાવીને મોદીની આ વિદેશ યાત્રાની જબરદસ્ત આલોચના કરી નાખી. એટલું જ નહીં જોશમાં હોશ ખાનાર પાકે મોદીની ઉડાવામાં પોતાનું જ પત્તું કાપી નાંખ્યું.
પાકિસ્તાની ન્યૂઝ વેબસાઇડ ધ ટ્રિબ્યૂન તેના બ્લોગમાં લખ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વિદેશ પ્રવાસ એટલો જોશીલો નહતો, જેટલો દેખાડવામાં આવ્યો હતો. તેમને જબદસ્તીથી કવરેજ આપવામાં આવતું હતું. વેબસાઇટમાં પાકિસ્તાનના એન્કર ડૉ. શાહિદ મસૂદે તેમના નિવેદનમાં કહ્યું કે મોદી સાહેબ રાખી સાવંત જેવા છે.

વધુમાં ડૉ. શાહિદ મસૂદ કહ્યું કે "રાખી સાવંત જેમ દરેક વાત માટે પોનસ્ટાર સન્ની લિયોનીને જવાબદાર માને છે તે રીતે ભારતના પીએમ મોદી ઇરાક લડાઇથી લઇને સીરિયા સંકટ અને યુરોપ માઇગ્રેન્ટ ક્રાઇસિસ જેવી તમામ વસ્તુઓ માટે પાકિસ્તાનને જવાબદાર માને છે."
આ વાક્ય વાંચીને તમે સાફ શબ્દો સમજી શકો છો કે કોની તુલના કોની સાથે કરવામાં આવી છે. વળી બ્લોગમાં મોદીને શીખ, પટેલ અને કશ્મીરી વિરોધી પણ કહેવામાં આવ્યા છે. જો કે પાકિસ્તાન આ પહેલા પણ પીએમ મોદીને મુસ્લિમ વિરોધી અને આતંકી કહી ચૂકી છે. વળી પાકિસ્તાની પત્રકાર શાહિદ મસૂદ આ પહેલા પણ જ્યારે ઓબામા 26મી જાન્યુઆરીના રોજ ભારત આવ્યા હતા ત્યારે તેમણે મોદીને ડ્રામેબાઝ કહ્યા હતા.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
